________________
૩૦૮
સુરતનાં જિનાલયો સાધના કેન્દ્ર છે. દર માસે ધ્યાન શિબિર તથા સ્વાધ્યાય શિબિર યોજાય છે. જૈનો, જૈનતર તથા વિદેશીઓ પણ આ શિબિરમાં જોડાય છે. જ્ઞાનભંડારમાં ૧૦,૦૦૦થી પણ વધુ પુસ્તકો છે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ભોયરાયુક્ત, શિખરબંધી જિનાલય આવેલું છે.
પ્રતિષ્ઠા સં૨૦૫રમાં મહા સુદ સાતમને દિને પૂ. બંધુ ત્રિપુટી મસા.ની નિશ્રામાં સુરત નિવાસી ડૉ. જિતુભાઈ શાહ પરિવારે કરેલ છે.
જિનાલયની પાછળના ભાગમાં ગુરુમંદિર છે. અહીં આ શ્રી પ્રેમસૂરિ મ. સા., શ્રી સુશીલકુમારજી, શ્રી અમરેન્દ્રવિજયજી, શ્રી ગુણભદ્રવિજયજી તથા શ્રી મોક્ષલતાશ્રીજી (બા મહારાજ)ની આરસની પાદુકા છે.
ધ્યાનમંદિરનો મોટો હોલ છે. અહીં પાર્શ્વનાથની નાની પ્રતિમા તથા ૧૮ ફૂટ ઊંચી ધ્યાનમૂર્તિ છે. પદ્માવતીદેવી તથા સરસ્વતીદેવીની નયનરમ્ય મૂર્તિઓ છે.
ર૭” ઊંચી મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની શ્યામપ્રતિમા સહિત કુલ ત્રણ આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા છે. યક્ષ-યક્ષિણીની આરસમૂર્તિઓ છે.
ભોંયરામાં પદ્માવતીદેવી, સરસ્વતી દેવી તથા મહાલક્ષ્મીદેવીની ભવ્ય આરસમૂર્તિઓ છે. ભોયરામાં જવા માટેના પ્રવેશદ્વાર પાસે શ્રી માણિભદ્રવીરની દેવકુલિકા તથા ભોંયરામાંથી બહાર નીકળવાના દ્વાર પાસે શ્રી ઘંટાકર્ણવીરની દેવકુલિકા છે. અહીં કોતરણીયુક્ત સ્થંભો છે. આબુ, દેલવાડા, શત્રુંજય તથા નવપદજીના પટ છે. ભક્તામર સ્તોત્રનું ૪૪ ગાથાનું યંત્ર છે.
મહા સુદ સાતમની વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે. ગુણભદ્રવિજય સ્મારક ટ્રસ્ટ દ્વારા કાયમી ધજા ચડે છે. વહીવટ શ્રી શાંતિનિકેતન સાધના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી જિતુભાઈ શાહ (સુરત), શ્રી હરીલાલ એમ. શાહ (વલસાડ), શ્રી હરીશભાઈ એસ. દોશી (મુંબઈ) તથા પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી અશોકભાઈ ટી. જૈન (મુંબઈ), શ્રી કિશોરભાઈ પી. મહેતા (વાંકાનેર) તથા શ્રી વસંતભાઈ આર. છેડા (વલસાડ) હસ્તક છે.
ગામ - અતુલ, તાલુકો - વલસાડ
પ૪. શ્રી વાસુપૂજ્ય સ્વામી (સં. ૨૦૩૪) વલસાડથી ૧૦ કિ. મી. દૂર અતુલ સ્ટેશન પાસે, નેશનલ હાઇવે નં. ૮ પર સાદા પથ્થર તથા આરસનું બનેલું શ્રી વાસુપૂજયસ્વામીનું શિખરબંધી જિનાલય આવેલું છે. સાધુ-સાધ્વી મહારાજ સાહેબનું વિહાર ધામ ગણાય છે. જૈન કુટુંબોની વસ્તી ગામમાં તથા સોસાયટીમાં હોવાથી જિનાલય પાસે વસતી નથી. ગામમાં હાલ ૩૦ જૈન કુટુંબો વસે છે. જિનાલયના કંપાઉંડમાં શ્રાવક-શ્રાવિકાનો ઉપાશ્રય છે.
શ્રી સિદ્ધાર્થભાઈ કસ્તુરભાઈ લાલભાઈ ટ્રસ્ટ દ્વારા જિનાલય બંધાવેલ છે. પ્રતિષ્ઠા સંક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org