________________
૩૦૬
સુરતનાં જિનાલયો
ગામ - વલસાડ, તાલુકો - વલસાડ
૪૯. શ્રી સુમતિનાથ (સં. ૨૦૨૮) વલસાડમાં મહાવીર સોસાયટીમાં આરસનું બનેલું શ્રી સુમતિનાથનું ધાબાબંધી જિનાલય આવેલું છે. જિનાલય ત્રીજા માળે ધાબા પર છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૧૮માં જેઠ સુદ પાંચમના દિને આ. શ્રી સુબોધસાગરસૂરિ મ. સા.ની પ્રેરણાથી શ્રી મોહનભાઈ ચતુરલાલ ઘડિયાળી પરિવાર દ્વારા થયેલ છે.
૨૫” ઊંચી મૂળનાયક શ્રી સુમતિનાથની પ્રતિમાની ડાબી બાજુ શંખેશ્વર પાર્શ્વનાથ તથા જમણી બાજુ શાંતિનાથ સહિત કુલ ત્રણ આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે. પ્રતિમા આરસની છત્રીમાં બિરાજે છે. પ્રતિમાં પ્રાચીન છે. છત્રી પર ધજા ચડે છે. શત્રુંજયનો પટ છે. સ્થાનિક માહિતી પ્રમાણે પાલનપુર ગામમાં ગટર લાઈન માટે ખોદકામ કરતાં આ પ્રતિમા નીકળી હતી.
જેઠ સુદ પાંચમની વર્ષગાંઠના દિને જમણવાર થાય છે. ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી ઘોઘારી જૈન સંઘ સુમતિનાથ જૈન દેરાસર પેઢીના ટ્રસ્ટીઓ – શ્રી જયંતિલાલ મોહનલાલ ઘડિયાળી, શ્રી રમેશચંદ્ર કેશવલાલ શાહ, શ્રી ખીમચંદ હઠીચંદ શાહ તથા શ્રી જયંતિલાલ હરીલાલ શાહ હસ્તક છે.
ગામ - વલસાડ, તાલુકો - વલસાડ -
૫૦. શ્રી આદેશ્વર (સં. ૨૦૧૧) વલસાડ, રામવાડી, શ્વેતાંબર સોસાયટીમાં બે માળના બિલ્ડિંગમાં નીચે સૂરજબા આરાધના ભવન નામે શ્રાવક-શ્રાવિકાનો ઉપાશ્રય છે. બીજા માળે આરસનું શ્રી આદેશ્વરનું જિનાલય છે. ઉપર અગાશી છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૫૧માં માગશર સુદ બીજ તા. ૪-૧૨-૯૪ના દિને શ્રી પ્રબોધચંદ્રસૂરિ મ. સા.ની નિશ્રામાં શ્રી રમેશભાઈ કેશવલાલ શાહ (મોણપરવાલા) પરિવાર દ્વારા થયેલ છે.
૨૧” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની પ્રતિમા સહિત કુલ ત્રણ આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે. પ્રતિમા શિખરયુક્ત આરસની છત્રીમાં બિરાજે છે. છત્રી પર ધજા ચડે છે.
માગશર સુદ બીજને વર્ષગાંઠના દિને જમણવાર થાય છે તથા ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી આદિનાથ જૈન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી અનંતરાય ચુનીલાલ શાહ, શ્રી પંકજકુમાર બાબુલાલ શાહ, શ્રી હર્ષદરાય કાંતિલાલ શાહ તથા શ્રી મનહરલાલ બી. શાહ હસ્તક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org