Book Title: Suratna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 583
________________ ૫૩૪ સુરતનાં જિનાલયો ત્રીજે શ્રી ધર્મનાથને દેહરામાંહે સુણો સંતો રે; સુરજમંડણ પાસજી ભૂયરામાંહે ભગવંતો રે. શ્રી જિન, ૭ ચોવીસબિંબ પાષાણમેં સાત રતનમેં દીપે રે; એકસો સીતરે ધાતુમેં નિરખંતા નયન ન છીપે રે. શ્રી જિન ૮ ચોથે સંભવનાથને પ્રાસાદ પ્રભુ ભેટયા રે; એકવીસબિંબ પાષાણમેં પૂર્જતાં પાતક ભેટયા રે. શ્રી જિન ૯ ચોવીસવટા પંચતીરથી એકલમલ પટ જાણો રે; એકસો ઇકોતેર ધાતુમેં સર્વ સંધ્યાયે પ્રમાણો રે. શ્રી જિન ૧૦ પાંચમે શ્રી મહાવીરજી ભૂવનબિંબ અતિ સોહે રે. ' પાંચ પ્રભુ પાષાણમેં નિષતાં ભવિમન મોહે રે. શ્રી જિન ૧૧. એકલમલ પંચતીરથી પાટલીયે પ્રભુ ધારો રે; એકતાલીસ સર્વે થઈ ધાતુમય સુવિચારો રે. શ્રી જિન ૧૨ શ્રી ઘરઘર દેરાસરતણી હવે કહું સંખ્યા તેહો રે; સુરા રતનના ઘરથકી પંચોતેર છે જેહો રે. શ્રી જિન ૧૩ તિહાં જિનબિંબ સોહામણા ધાતુમે પાષાણો રે; સર્વ થઈ સવાપાંચસે વાંદો ચતુર સુજાણો રે. શ્રી જિન ૧૪ - ઢાલ પ્રથમ પૂરી થઈ પુરા કહ્યા પાંચ પ્રાસાદો રે; સાહાજી લાધો કહે નિત્યપ્રતે રણઝણ ઘંટાનાદો રે.. શ્રી જિન ૧૫ દુહા પંચ્યોતેર દેરાસરે દેહરા પાંચ વિસાલ; સવાતેરસે બિંબને વંદન કરૂ ત્રિકાલ. ખપાટીયાચકલાતણા દેહરાસર છે જેહ; અભિનંદન જિન દેહરે હવે હું પ્રણમુ તેહ. ઢાલ બીજી મુની માનસરોવર હંસલો, એ દેશી. ગોપીપુરાથકી પધારો ચાલો ચતુર મન લાયો રે; ખપાટીયે ચકલે જઈ વંદો શ્રી જિનરાયો રે. શ્રી જિનબિંબ જોહારીયે વારીયે કુમતિકુસંગો રે; મોહમિથ્યાત નીવારીકૅ ધારીયે જિનગુણ રંગો રે. શ્રી ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594