Book Title: Suratna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 580
________________ સુરતનાં જિનાલયો ૫૩૧ સૂર જો સૂરતણો સુત સુંદરૂ એ, સત્તર સત્તરમો ભગવંત કે; કુંથુ નમું આણંદસ્ય એ, સોહ એ સહિ એ સૂરતિમાંહિ હે; સૂરતણો સુત સુંદરું એ. ૯ સુત સૂર કેરો સોહઈ સૂરતિમાહિ સૂરતિ સાર એ, પ્રભુતણી સૂરતિ દેશી મૂરત હોઇ હર્ષ અપાર છે; મૃગમાનમોચન સ્વામિલોચન દેખિ મુઝ હાડું ઠરઈ, મકરંદભર અરવિંદ દેખી ભમર જિમ ઊલટ ધરઇં. બીજા એ બીજા એ વિજયાકુંઅરૂ એ, ગજપતિ ગજપતિ લંછણ સ્વામિ તો; નામિ સયલ સુખ સંપજઇ એ, જિતસત્રુ જિતસદ્ગુરાય મલ્હાર તો; બીજા એ વિજયાકુંઅરૂ એ. બીજા ન બીજા તે વિજયાકુંઅર જિનવર નયર સૂરતિ સોહ એ, પ્રભુતણી મૂરતિ કષ્ટ ચૂરતિ ભવિકનાં મન મોહ એ; જિનવદન સુંદર સુર પુરંદર દેખિ મનિ આણંદ એ, જિમ કમલ વિકસઈ દેખિ દિનકર કુમુદ જિમ નવચંદ એ. ૧૦ વંદુ વંદુ એ પાસ ચિંતામણિ એ, દિનમણી દિનમણી તેજ નિધાન કે; ધ્યાન ધરું સ્વામીતણું એ, સુખ ઘણું સુખ ઘણું પ્રભુનાં નોમિ કે; વંદુ એ પાસ ચિંતામણી એ. ચિંતામણી શ્રીપાસ વંદું આણંદુ સાહેલડી. પ્રભુવદન ચંદ અમંદ તેજઈ ફલી મુઝ સુખવેલડી; અતિ ફૂટડું પ્રભુ ફણામંડલ દેખિ મુઝ મન ઉલ્હસઇ. ઘન ઘટાડંબર દેખિ દહદિસિ મોર જિમ હઈડઈ હસઇ. ૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594