________________
સુરતનાં જિનાલયો
૩૦૫ બજારમાં સાધ્વી મસા.ના ઉપાશ્રયમાં શ્રી બુદ્ધિસાગરજી જૈન પાઠશાળા તથા વલસાડ જૈન લાઈબ્રેરી – પાઠશાળા છે. વલસાડ તાલુકામાં તીથલ રોડ પર શાંતિનિકેતન સાધના કેન્દ્ર તથા અતુલમાં જિનાલય છે.
ગામ - વલસાડ, તાલુકો - વલસાડ
૪૮. શ્રી મહાવીર સ્વામી (સં. ૧૯૬૩ પૂર્વે) વલસાડ મોટા બજારમાં આરસનું બનેલું શ્રી મહાવીરસ્વામીનું શિખરબંધી જિનાલય આવેલું છે.
અહીં માણિભદ્રવીર તથા ઘંટાકર્ણવીરની દેવકુલિકાઓ છે. રંગમંડપમાં ગિરનાર, આબુ, પાવાપુરી, અષ્ટાપદ, શત્રુંજય, સમેતશિખર, તારંગા, કદમ્બગીરી, રાજગીરી, શંખેશ્વર, સિદ્ધચક્ર સમવસરણ, ચંડકૌશીય નાગનો ઉપસર્ગ તથા ગૌશાળા વગેરેનું સુંદર કાચકામ છે. યક્ષ-યક્ષિણીની આરસમૂર્તિઓ છે.
૨૫” ઊંચી મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા છે. કુલ તેર આરસપ્રતિમા તથા તેવીસ ધાતુપ્રતિમા છે. મૂળનાયકની ડાબી-જમણી બાજુ ચંદ્રપ્રભુસ્વામી છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં વલસાડમાં બજાર વચ્ચે મહાવીરસ્વામીનું શિખરબંધી જિનાલય હોવાની નોંધ છે. કુલ દસ આરસપ્રતિમા તથા અગિયાર ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં વલસાડ રેલવે સ્ટેશનથી ૧ માઈલ દૂર શેઠ ફળિયામાં મહાવીરસ્વામીનું શિખરબંધી જિનાલય હોવાની નોંધ છે. કુલ ચૌદ આરસપ્રતિમા, સોળ ધાતુપ્રતિમા તથા સાત રજત ચોવીસજિનપટ હતા. પ્રતિમા પર સં. ૧૮૫૭નો લેખ હતો તથા સં. ૧૮૧૭ લગભગમાં હીરાચંદ રાયકરણ દમણવાળાએ જિનાલય બંધાવ્યું હતું. જિનાલયની સ્થિતિ સારી હતી. ૬૦૦ જૈન કુટુંબો વસતાં હતાં. બે ઉપાશ્રય તથા એક લાઈબ્રેરી હતી. જિનાલયનો વહીવટ ટ્રસ્ટી રાયચંદ હરખચંદ હસ્તક હતો.
હાલ ફાગણ સુદ તેરશની વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે તથા ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી વલસાડ મહાવીર સ્વામી જૈન દેરાસર સંઘના ટ્રસ્ટીઓ – શ્રી યશવંતભાઈ રાયચંદ કાપડીયા, શ્રી રમેશચંદ્ર છગનલાલ કોઠારી તથા શ્રી બળવંતરાય રતનજી શાહ હસ્તક છે.
અમારી માન્યતા પ્રમાણે આ જિનાલયનો સમય સં. ૧૯૯૩ પૂર્વેનો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org