Book Title: Suratna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 567
________________ ૫૧૮ સુરતનાં જિનાલયો ૧૭૮૫ જે. વ. ૬ને રવિવારે શ્રી યશોવિજયકૃત ૩૫૦ ગાથાના સીમંધર સ્તવનની ૨૮ પત્રની હસ્તપ્રત લખાઈ. ૧૭૮૫- – શ્રી દેવચંદ્રજી ચાતુર્માસ રહ્યા. તેઓની પાસેથી શત્રુંજય મહિમા શ્રવણ કરી ૮૬-૮૭ ભાગ્યવાનોએ ત્યાં ઘણાં નવા ચૈત્યો કરાવ્યા તથા જીર્ણોદ્ધાર કરાવ્યા. '૧૭૮૬ – ફાગણ વદ ૧ને રવિવારે તો ન્યાયસાગરે સં. ૧૭૮૪ ધનતેરસે રાનેરમાં ગુજરાતીમાં રચેલી “મહાવીર રાગમાલા'ની પ્રત ૪ પત્રની લખાઈ. ૧૭૮૭ – ૧. શ્રી લક્ષ્મીસાગરસૂરિ ચાતુર્માસ રહ્યા. ૨. તપાશ્રી વિજયદયાસૂરિએ ફાગણ સુદ ૩ દિને સુરતમાં પ્રવેશ કર્યો. શેઠ માણિકચંદ, શાઇ પ્રેમજી વગેરે સંઘના આગેવાનોએ પ્રવેશોત્સવ કર્યો અને સૂરિએ તે વર્ષે સુરતમાં જ ચોમાસું કર્યું. ૧૭૮૮ – સંઘવી કચરા કીકા પટણીએ અધ્યાત્મયોગી શ્રી દેવચંદ્રજી મહારાજના (૯૪?) ઉપદેશથી “સમેતશિખર મહાતીર્થની યાત્રાસંઘ” કાઢ્યો હતો. ધર્મક્રિયા કરાવવા પુંજાકુમારને સાથે લીધા હતા. ૧૭૮૮ – ૧. શ્રી લક્ષ્મીસાગરસૂરિએ ચોમાસું કર્યું. ૨. ઉપા. પ્રમોદ સાગરને વિજયાદશમીને ગુરુવારે આચાર્યપદવી મળી અને શ્રી કલ્યાણસાગરસૂરિ નામ ધારણ કર્યું. ૩. શ્રી લક્ષ્મીસાગર આસો વદ ૭ને દિને કાળધર્મ પામ્યા. ૪. શ્રી કલ્યાણસાગરસૂરિએ હીરવિહારમાં શ્રી લક્ષ્મીસાગરસૂરિની પાદુકા સ્થપાવી ત્યાં શૂભ કરાવ્યો. સભાચંદ કચરાએ ઘણું દ્રવ્ય ખચ્યું. શ્રી વિજયદયાસૂરિ રાજયે સુરતમંડણ પાર્શ્વ પ્રાસાદે તo ઉત્તમસાગરકૃત ‘ત્રિભુવનકુમાર રાસ' (૨૦ સં. ૧૭૧૨) શ્રી ન્યાયકુશલગણિ શિ. વિદ્યાકુશલ શિ. અખયકુશલગણિએ ચૈત્ર વદ ૯ને દિને લખ્યો. ૧૭૯૦ – સુશ્રાવક ખુશાલચંદના વાચનાર્થે શ્રીમદ્ યશોવિજય ઉપાધ્યાયકૃત ‘દ્રવ્યગુણ પર્યાય રાસ'ની પ્રત ૭પ પત્રની મહા સુદ ૮ને ગુરુવારે લખાઈ. તેની બીજી હસ્તપ્રત ૩૦ પત્રની મહા વદ ૧૦ રવિવારે લખાઈ. ૧૭૯૨ મુનિ મોહનહંસ અને મુનિ મુક્તિસે ચાતુર્માસ રહી ફાવ. ૧૩ શનિવારે કવિ રામવિજયકૃત શાંતિનાથ રાસની ૧૮૪ પત્રની પ્રત લખી. ૧૭૯૩ – કડવાગચ્છના શ્રી થોભણ શિ. લાધાશાહે માગશર વદ ૧૦ ગુરુવારે “સુરત ચૈત્યપરિપાટી’ ૮૧ કડીની રચના કરી. ૧૭૯૪ મુનિ ગણેશરૂચિએ આસો સુદ રને દિને “વિચારામૃત સંગ્રહની પ્રતિ લખી. ૧૭૯૬ પં. શ્રી ભોજવિમલગણિ શિ. મેઘવિમલે વૈ. શુ૧૫ને બુધવારે દંડક પર ૧૭૮૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594