Book Title: Suratna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 562
________________ સુરતનાં જિનાલયો ૫૧૩ ૧૭૧૨ – વર્ષે સુરતમાં તેઓ ચાતુર્માસ રહ્યા. ૨. શ્રી વિજયપહ્મસૂરિએ ચોમાસું કર્યું. તપાગચ્છના કનકવિજય શિષ્ય રામવિજયે વિજયદેવસૂરિ નિર્વાણ સર (૨૮ કડી)ની આસો રના દિને રાંદેરમાં રચના કરી. તપા. વિજયપ્રભસૂરિ સુરતમાં બિરાજમાન હતા ત્યારે ઉપાડ વિનયવિજયે જોધપુરથી ત્યાં પધારવા માટે વિજ્ઞપ્તિપત્રરૂપે સંસ્કૃત મેઘદૂતના અનુકરણરૂપે ‘ઇંદુદ્રત' નામનું ૧૩૧ સંસ્કૃત પદ્યોનું ખંડકાવ્ય લખી મોકલ્યું. તેમાં સુરત સંબંધી પદ્ય ૩૧,૩૨,૮૭ થી ૧૦૭ છે. વર્ણન સુંદર આલંકારિક ભાષામાં ૧૭૧૩ પછી. છે. ૧૭૧૫ – સાઇ મેઘજી ભાર્યા શ્રાવિકા ગોરબાઈની પુત્રી શ્રાવિકા વીરબાઈએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર (નિયુક્તિ સહિત) “જ્ઞાનહતિ” વહોરાવ્યું. ૧૭૧૫ – ખરતરગચ્છના બેગડશાખાના આ જિનસમુદ્રસૂરિ સુરત પધાર્યા ત્યારે શાહ લગભગ છતરાજે પ્રવેશ મહોત્સવ કરાવ્યો. ૧૭૧૬ શ્રી વિનયવિજયજીએ સુરતમાં ચાતુર્માસ રહ્યા અને ધર્મનાથ સ્તર લઘુ ઉપમિતિ ભવપ્રપંચ સ્તવનની રચના કરી. ૧૭૧૯ – ૧. શ્રી નિત્યવિજયે વીસ વિહરમાન જિનપૂજાની રચના કરી. ૨. ખ, જિનભદ્રસૂરિ પરંપરાના જિનચંદ્રસૂરિએ ચોમાસું કર્યું. ૧૭૨૧ – મુનિ વિનયસુંદરે મા. શુદિ ૧૫ના દિને શ્રાવિકા વીરબાઈના પઠનાર્થે સેવકકૃત ૨૪૫ ગાથાના ઋષભદેવ તેર ભવ સ્તવનની ૧૪ પત્રની પ્રતિ , , લખી. ૧૭૨૨ – ૧. ઉપાડ શ્રી યશોવિજયજીએ ચાતુર્માસ દરમ્યાન પ્રતિક્રમણ હેતુ સ્વાધ્યાય(૧૯ ઢાલ તથા ૧૧ અંગ)ની ગુજરાતી ભાષામાં રચના કરી. ૨. ઉપાડ શ્રી યશોવિજયજીએ સુરજમંડન શ્રી પાર્શ્વનાથ સ્તવન રચ્યું ૨. ઉપાડ વિનયવિજયજીએ સુરતમાં ચોમાસું કર્યું. ૩. શ્રી શીલવિજયમુનિ યાત્રા કરતા જતા સં. ૧૭૨૧-૨૨માં સુરત આવે છે ત્યારે ત્યાંના જૈન દેરાસરો અને શ્રાવકોનું ટૂંકું વર્ણન પોતાની તીર્થમાલામાં આપે છે. ૧૭૨૩ - ૧. સત્યવિજય વાચકના મુખ્ય શિષ્ય વૃદ્ધિવિજયે શ્રીમદ્ યશોવિજય વાચકના પ્રસાદથી ઉપદેશમાલા પ્રકરણ ઉપર બાલાવબોધ રચ્યો. ૨. વૃદ્ધિવિજયે ૨૪ જિન સ્તવન-ચોવીસી રચેલ તેની પ્રત છ પત્રની પોતે જ શ્રાવિકા સહજબાઈની પુત્રી શ્રાવિકા ફુલબાઈના પઠનાર્થે લખી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594