________________
સુરતનાં જિનાલયો
૨૭૫
છે. શ્રી જયકુમાર દુર્લભજીભાઈ શાહ પરિવાર દ્વારા કાયમી ધજા ચડે છે. વહીવટ શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન પેઢીના ટ્રસ્ટીઓ – શ્રી જયકુમાર દુર્લભજીભાઈ શાહ તથા શ્રી લક્ષ્મીચંદ પાનાચંદ શાહ હસ્તક છે. માગશર વદ દશમને જન્મકલ્યાણકના દિને અહીં મેળો ભરાય છે.
સં. ૧૯૬૩માં જણાવ્યા મુજબ જિનાલયનો સમય સં. ૧૮૯૧નો છે.
ગામ - ચીખલી, તાલુકો - ચીખલી
૩૨. શ્રી આદેશ્વર - શ્રી ચંદ્રપ્રભુસ્વામી ચીખલી ગામમાં હાલ ૪૦ જૈન કુટુંબો વસે છે. અહીં શ્રી આદેશ્વરનું ઘરદેરાસર આવેલું છે. નીચે ઉપાશ્રય છે. અહીં નૂતન જિનાલયના બાંધકામનું કામ ચાલું છે. ગામમાં શ્રાવકશ્રાવિકાનો ઉપાશ્રય છે.
૭” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની ધાતુપ્રતિમા સહિત કુલ ત્રણ ધાતુપ્રતિમા છે. સ્થાનિક માહિતી પ્રમાણે આ પ્રતિમા સુરતથી લાવી સં. ૨૦૨૫ આસપાસ અત્રે પધરાવેલ છે. નૂતન જિનાલયનું બાંધકામ પૂર્ણ થતાં ૨૧” ઊંચી શ્રી ચંદ્રપ્રભુસ્વામીની આરસપ્રતિમા મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત થશે. કુલ પાંચ આરસપ્રતિમા પધરાવશે.
હાલ શ્રી આદેશ્વરના ઘરદેરાસરની વર્ષગાંઠ વૈશાખ સુદ ત્રીજ છે. જમણવાર થાય છે. ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી ચીખલી જૈન શ્વેમૂસંઘના ટ્રસ્ટીઓ – શ્રી હસમુખભાઈ ફકીરચંદ શાહ, શ્રી બંસીભાઈ ખીમચંદ શાહ તથા શ્રી ભંવરમલ સમરથમલ શાહ હસ્તક છે.
ગામ - રાનકુવા, તાલુકો - ચીખલી
૩૩. શ્રી સુમતિનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૧૦ પછી) નવસારી જિલ્લાના ચીખલી તાલુકાથી ૧૦ કિ. મી.ના અંતરે રાનકુવા ગામ છે. હાલ અહીં ૧૯ જૈન કુટુંબો વસે છે.
ગામમાં શ્રી સુમતિનાથનું ઘરદેરાસર છે. ઉપરના માળે જિનાલય અને નીચે ઉપાશ્રય છે.
સ્થાનિક માહિતી પ્રમાણે આશરે ૪૦ વર્ષ પૂર્વે શ્રી સુમતિનાથની પંચતીર્થી પ્રતિમા બીલીમોરાના જિનાલયમાંથી લાવી અત્રે બિરાજમાન કરી હતી. ત્યારબાદ મુંબઈથી શ્રી સુમતિનાથની ૧૧” ઊંચી ધાતુપ્રતિમા લાવી, મૂળનાયક તરીકે બિરાજમાન કરી, સં. ૨૦૫રમાં જેઠ સુદ ૩ના રોજ છગનલાલ રામાજી શાહ પરિવાર દ્વારા આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિ મ. સા.ની નિશ્રામાં પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. હાલ કુલ ત્રણ ધાતુપ્રતિમા છે. મધ્યે શિખર અને આજુબાજુ ઘુમ્મટ્યુક્ત કમલાકાર આરસની છત્રીમાં ત્રણે પ્રતિમા બિરાજમાન છે. શત્રુંજય તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org