________________
સુરતનાં જિનાલયો
જિનાલયમાં કુલ આઠ ધાતુપ્રતિમા છે. પોષ વદ
એકમ
વર્ષગાંઠના દિને જમણવાર થાય છે અને ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી શ્વે મૂ જૈન સંઘના ટ્રસ્ટીઓ – શ્રી હીરાચંદ ગુલાબચંદ શાહ, શ્રી મનહરલાલ તલકચંદ શાહ, શ્રી જયંતિલાલ દેવીચંદ શાહ તથા શ્રી દિલીપભાઈ ચુનીલાલ શાહ હસ્તક છે.
શ્રી કુંથુનાથના જિનાલયનો સમય સં. ૨૦૪૫નો છે.
૨૯૦
1
ગામ - કિલ્લા પારડી, તાલુકો - કિલ્લા પારડી ૧૪. શ્રી ચંદ્રપ્રભુસ્વામી (સં. ૧૯૬૩ પૂર્વે)
વલસાડ જિલ્લામાં કિલ્લા પારડી ગામ એ તાલુકાનું મુખ્ય મથક છે. પારડી રેલવે સ્ટેશનથી ૨ કિ.મી. દૂર પૂર્વેમાં નેશનલ હાઇવે ક્રોસ કરી ગામમાં અવાય છે. અહીં ૐ જૈન કુટુંબો વસે છે. સ્ટેટ બેંકની સામે સાદા પથ્થર તથા આરસનું બનેલું શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું ધાબાબંધી જિનાલય આવેલું છે. જિનાલયની પાછળ બે માળનો શ્રાવક-શ્રાવિકાનો ઉપાશ્રય છે. ઉપાશ્રયમાં પાઠશાળા ચાલે છે જેમાં ૩૫ બાળકો ધાર્મિક શિક્ષણ લે છે.
જિનાલયમાં માણિભદ્રવીર તથા ગૌતમસ્વામીની આરસમૂર્તિઓ છે. શત્રુંજય, પાવાપુરી, સમેતશિખર, ગિરનાર, છપ્પન દિકુમારીઓ, દીક્ષા કલ્યાણક, જન્મકલ્યાણક, ચૌદ સ્વપ્નો, સંસારવૃક્ષ, બાહુબલી વગેરે પટ-પ્રસંગોનું ચિત્રકામ છે.
ત્રણ ગર્ભદ્વાર છે. મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુસ્વામીની ૧૭” ઊંચી આરસપ્રતિમા છે. જમણી બાજુ ધર્મનાથ તથા ડાબી બાજુ પાર્શ્વનાથ છે. કુલ સાત આરસપ્રતિમા છે તથા છ ધાતુપ્રતિમા છે.
ઐતિહાસિક સંદર્ભ
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં પારડી ગામમાં વાણિયાવાડમાં ચંદ્રપ્રભુનું શિખર વિનાનું જિનાલય હોવાનો ઉલ્લેખ છે. કુલ સાત આસપ્રતિમા, નવ ધાતુપ્રતિમા તથા પગલાંની બે જોડ હતી. દમણવાળા હીરારાયે જિનાલય બંધાવ્યું હતું. સ્થિતિ સાધારણ હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં પારડીથી દોઢ માઇલ દૂર પારડી (કિલ્લા) ગામમાં બેંક સ્ટ્રીટમાં ચંદ્રપ્રભુસ્વામીના ધાબાબંધી જિનાલયનો ઉલ્લેખ છે. કુલ સાત આરસપ્રતિમા તથા બાર ધાતુપ્રતિમા હતી. સં. ૧૮૦૦ લગભગમાં હીરાચંદ રાયકરણ દમણવાળાએ જિનાલય બંધાવ્યું હતું. વહીવટ શેઠ નવલચંદ નેમચંદ હસ્તક હતો. સ્થિતિ સારી હતી. સં. ૧૬૬૧નો લેખ હતો. ગામમાં ૭૧ જૈન કુટુંબો હતાં. બે ઉપાશ્રય હતા.
Jain Education International
આજે પણ જિનાલયમાં સાત આરસપ્રતિમા છે. જેઠ સુદ છઠ વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે અને ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી પારડી જૈન સંઘના ટ્રસ્ટીઓ –
For Personal & Private Use Only
-
www.jainelibrary.org