________________
૨૮૨
સુરતનાં જિનાલયો
ઘરદેરાસરનો સમય સં. ૧૯૮૦નો છે.
ગામ - અચ્છારી, તાલુકો - ઉમરગામ
૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી (સં. ૨૦૩૭) અચ્છારી ગામમાં શ્રી વાસુપૂજ્યસ્વામીનું શિખરબંધી જિનાલય આવેલું છે. થોડા સમય પૂર્વે જીર્ણોદ્ધાર થયેલો છે.
૨૧” ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા પર સં. ૨૦૩૭નો લેખ છે. ડાબી બાજુ મહાવીરસ્વામી તથા જમણી બાજુ શાંતિનાથની આરસપ્રતિમા મળીને કુલ ત્રણ આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે. શત્રુંજય તીર્થનો પટ છે. યક્ષ-યક્ષિણીની આરસમૂર્તિઓ છે.
પ્રતિષ્ઠા સં ૨૦૩૭માં વૈશાખ વદ બીજના દિને આ. શ્રી કલ્યાણસાગરસૂરિ મ. સા.ની નિશ્રામાં શ્રી અચ્છારી જૈન સંઘ દ્વારા થયેલ છે.
વૈશાખ વદ બીજના દિને વર્ષગાંઠ નિમિત્તે જમણવાર થાય છે અને ધજાનો ચડાવો બોલાય છે. સ્થિતિ સારી છે. વહીવટ શ્રી અચ્છારી જૈન શ્વે. મૂ. સંઘના ટ્રસ્ટીઓ – શ્રી વસંતલાલ લક્ષ્મીચંદ શાહ, શ્રી અશોકભાઈ શાંતિલાલ શાહ, શ્રી શાંતિલાલ જોરમલ શાહ તથા શ્રી રસીકલાલ ઝવેરચંદ શાહ હસ્તક છે.
જિનાલયની પ્રતિષ્ઠા સં૨૦૩૭માં થયેલ છે.
ગામ - અચ્છારી, તાલુકો - ઉમરગામ
૩. શ્રી આદેશ્વર (ઘરદેરાસર) (સં. ૨૦૫૪) અચ્છારી ગામમાં શ્રી રસિકલાલ ઝવેરચંદ શાહ પરિવારનું શ્રી આદેશ્વરનું ઘરદેરાસર આવેલું છે.
પ” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની એક ધાતુપ્રતિમા આરસની છત્રીમાં બિરાજમાન છે. અહીં ગૌતમસ્વામીની મૂર્તિ તથા શ્રી રામચંદ્રસૂરિ મ. સા.ની ગુરુમૂર્તિ છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૫૪માં જેઠ વદ ૯ના દિને પૂ. નયવર્ધનવિજયજી ગણિવર્ય મસા.ની નિશ્રામાં થયેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org