________________
સુરતનાં જિનાલયો
૨૭૩
જિનાલયમાં એક લેખ છે જે નીચે મુજબ છે :
શા દોલાજી રામચંદજીના તરફથી બાઈ લાડુએ દેરાસર ત્યા ઉપાશ્રય લ્યા કંપાઉંડ તૈયાર કરાવી સંઘને સોંપ્યું છે. હ. શા. કાનજી રામજી સંવત ૧૯૮૩ આસો સુદ ત્રીજ ગુરુવાર.'
રંગમંડપમાં પાવાપુરી, પદ્માવતીદેવી, સમેતશિખર, સિદ્ધચક્ર, નાગેશ્વર પાર્શ્વનાથ, શંખેશ્વર પાર્શ્વનાથ, નાકોડા ભૈરવ, સિદ્ધચક્ર મહાયંત્ર, માણિભદ્રવીર, આદેશ્વર, ગિરનાર, ચક્રેશ્વરીદેવી, શત્રુંજય, ગૌતમસ્વામી, ભોપાવર તીર્થમંડન શાંતિનાથ, મહાવીરસ્વામી – વગેરેનું સુંદર ચિત્રકામ છે. યક્ષ-યક્ષિણીની આરસમૂર્તિઓ છે.
૧૭” ઊંચી મૂળનાયક શ્રી નમિનાથની ડાબી બાજુ મહાવીરસ્વામી તથા જમણી બાજુ અરનાથ, આદેશ્વર તથા આગળના ભાગમાં અનંતનાથની આરસપ્રતિમા મળીને કુલ પાંચ આરસપ્રતિમા તથા પાંચ ધાતુપ્રતિમા છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં રાનકુવરથી ૪ માઈલ દૂર ટાંક્લ ગામમાં અનંતનાથના ઘરદેરાસરનો ઉલ્લેખ છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા હતી. વહીવટ દલીચંદ જેચંદ હસ્તક હતો. સ્થિતિ સારી હતી. સં. ૧૯૮૦ લગભગમાં શ્રી સંઘે જિનાલય બંધાવ્યું હતું. સં. ૨૦૧૦માં ગામમાં ૧૦૪ જૈન કુટુંબો વસતાં હતાં અને એક ઉપાશ્રય ' હતો.
હાલ અહીં મૂળનાયક શ્રી નમિનાથ છે. પાસે શ્રી અનંતનાથની ૧૩” ઊંચી આરસપ્રતિમા છે. મહા સુદ છઠની વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે અને શાહ મોહનલાલ ભીખાજી પરિવાર દ્વારા કાયમી ધજા ચડે છે. વહીવટ શ્રી ટાંકલ જે. મૂ. સંઘના ટ્રસ્ટીઓ – શ્રી મોહનલાલ ભીખાજી, શ્રી રમેશચંદ્ર મગનલાલ શાહ તથા શ્રી રમેશચંદ્ર ઝવેરચંદ શાહ હસ્તક છે.
જિનાલયમાંથી પ્રાપ્ત થતાં લેખ ઉપરથી આ જિનાલયનો સમય સં. ૧૯૮૩નો સ્પષ્ટપણે માની શકાય.
ગામ - નૌગામા, તાલુકો - ચીખલી
૩૦. શ્રી સુમતિનાથ (સં. ૨૦૨૨) ગણદેવીથી ૨૦ કિ. મી.ના અંતરે તથા ચીખલીથી ૧૬ કિ. મી.ના અંતરે ગણદેવાનૌગામા-રાનકુવા વગેરે ગામો એક જ હરોળમાં આવે છે. નૌગામાની નજીક બીલીમોરા રેલવે સ્ટેશન છે. હાલ અહીં ૮ જૈન કુટુંબો છે. અહીં વાણિયાવાડમાં શ્રી સુમતિનાથનું ધાબાબંધી જિનાલય આવેલું છે. નીચે ઉપાશ્રય છે.
પ્રતિષ્ઠા સં૨૦૨૨માં વૈશાખ સુદ આઠમને ગુરુવારે તા. ૨૮-૪-૬૬ના રોજ આ. શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org