________________
૨૩૨
સુરતનાં જિનાલયો
ઐતિહાસિક સંદર્ભ
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં કીમથી ૯ માઈલના અંતરે આવેલ તડકેશ્વર ગામમાં સુથારફળિયામાં શ્રી શાંતિનાથના ઘુમ્મટબંધી જિનાલયમાં કુલ છ આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા ઉપરાંત એક રજત ચોવીસી પટનો ઉલ્લેખ છે. જિનાલયની સ્થિતિ સાધારણ હતી. વહીવટ શેઠ હીરાચંદ ચેલાજી હસ્તક હતો. લેખનો સંવત ૧૯૯૧ દર્શાવ્યો હતો. એક ઉપાશ્રય તથા ૭૦ જૈન કુટુંબો હતા. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી.
હાલ વૈશાખ વદ સાતમના રોજ શાહીરાચંદ ચેલાજી પરિવાર દ્વારા ધજા ચડે છે. વહીવટ શ્રી શાંતિનાથ જૈન દેરાસર-તડકેશ્વર હસ્તક છે જેનું રજીસ્ટર સં૨૦૦૮માં થયેલું છે. ટ્રસ્ટીગણમાં – શ્રી અશોકકુમાર ઝવેરચંદ શાહ, શ્રી મનહરલાલ મગનલાલ શાહ તથા શ્રી કમલેશકુમાર વસંતલાલ શાહનો સમાવેશ થાય છે.
સં. ૨૦૧૦માં લેખનો સંવત ૧૯૯૧ દર્શાવવામાં આવ્યો છે. તે આધારે આ જિનાલય સં. ૧૯૯૧ આસપાસના સમયનું માની શકાય.
ગામ - બૌધાન, તાલુકો - માંડવી
૩૨. શ્રી મુનિસુવ્રતસ્વામી (સં. ૧૮૮૩) માંડવી તાલુકામાં, તાલુકા મથકથી ૨૫ કિ. મી.ના અંતરે બૌધાન ગામ આવેલું છે.
અહીંની ભૂમિમાં જે વાવણી પહેલાં કરો તે ઘણું જ ઝડપથી અને વિપુલ પ્રમાણમાં પાકતું. હતું તેથી આ ગામ અને તેનો વિસ્તાર બહુધાન તરીકે ઓળખાતો હતો. અહીં હાલ ૨૦ જૈન કુટુંબો વસે છે. સં. ૨૦૦૨માં અહીં ૬૫ ઘર હતા. ૫૦ વર્ષમાં બે શ્રાવકો તથા પાંચ શ્રાવિકાએ દીક્ષા લીધેલ. હાલ પણ મારવાડી બજારમાં શ્રી મુનિસુવ્રતસ્વામીનું જિનાલય અને તેની બાજુમાં શ્રાવક-શ્રાવિકાનો ઉપાશ્રય છે.
જિનાલયની મુલાકાત દરમ્યાન જિનાલય જીર્ણ થયેલ હોવાથી જિનાલયના નવીન નિર્માણની કામગીરી ચાલી રહી હતી. તેથી નૂતન જિનાલય જીર્ણ અવસ્થામાં હતું તે સમયે કેવી પરિસ્થિતિ હતી તેની વિગતવાર નોંધ આ પ્રમાણે છે :
જિનાલય પશ્ચિમાભિમુખ છે. કંપાઉંડને ફરતે લાંબી ઊંચી દીવાલ છે. જમણી બાજુ માણિભદ્રવીરનું સ્થાનક તથા સિદ્ધાચલ અને ગિરનારના પટ છે. ફૂલવાડી છે.
રંગમંડપમાં જીર્ણ થયેલું રંગકામ છે. કૌલીમંડપમાં બે ખાલી ગોખ છે. ગભારામાં ૩૧” ઊંચાઈવાળી શ્રી મુનિસુવ્રતસ્વામીની નયનરમ્ય આરસપ્રતિમા સહિત કુલ ચાર આરસપ્રતિમા તથા તેર ધાતુપ્રતિમા છે. એક ગર્ભદ્વાર છે. ભોમતીમાં પાછળ એક દેરીમાં આરસનાં પગલાંની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org