________________
સુરતનાં જિનાલયો
૨૫૫
વાલજી દલાજીના મકાનમાં શ્રી પાર્શ્વનાથનું ઘરદેરાસર આવેલું હોવાની નોંધ છે. એક ધાતુપ્રતિમા હતી. સં. ૧૯૭૪માં શેઠ વાલજી દલાજીએ ઘરદેરાસર બંધાવ્યું હતું અને વહીવટ પણ તેઓ હસ્તક હતો. સ્થિતિ સારી હતી. ઘરદેરાસર મેડા પર હોવાની નોંધ હતી.
હાલ વહીવટ શાંતિલાલ - ખૂમચંદ - ગુલાબચંદ - વાલાજી - દલાજીની પેઢીના શ્રી દિવ્યેશભાઈ શાંતિલાલ હસ્તક છે.
ટૂંકમાં આ ઘરદેરાસરનો સમય સં. ૧૯૭૪નો છે.
ગામ - કાલીયાવાડી, તાલુકો - નવસારી
૭. શ્રી શાંતિનાથ (સં. ૧૯૫૬) કાલીયાવાડીમાં આરસનું બનેલું શ્રી શાંતિનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે.
પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૪૫માં માગશર સુદ અગિયારશના દિને આ. શ્રી કુમુદચંદ્રસૂરિની નિશ્રામાં થયેલ છે. ૨૧) ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથની ડાબી બાજુ મલ્લિનાથ તથા જમણી બાજુ આદેશ્વરની આરસપ્રતિમા મળીને કુલ ત્રણ આરસપ્રતિમા તથા બાર ધાતુપ્રતિમા છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં નવસારીથી ૨ માઈલ દૂર કાલિયાવાડીમાં સમળી મહોલ્લામાં શાંતિનાથના ધાબાબંધી જિનાલયનો ઉલ્લેખ મળે છે. કુલ ત્રણ આરસપ્રતિમા, પાંચ ધાતુપ્રતિમા તથા એક રજત ચોવીસીપટ હતો. સં. ૧૯૫૬માં ફકીરચંદ મોટાજી તથા કેસુર મોટાજીએ જિનાલય બંધાવ્યું હતું. વહીવટ શેઠ છગનલાલ લલ્લુભાઈ હસ્તક હતો. જિનાલયની સ્થિતિ સાધારણ હતી. ગામમાં ૭૫ જૈન કુટુંબો વસતાં હતાં અને બે ઉપાશ્રય હતા. જો કે સં ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી.
આજે માગશર સુદ અગિયારશને વર્ષગાંઠને દિને સ્વામિવાત્સલ્ય થાય છે. શ્રી ઠાકોરલાલ કેસરીચંદ શાહ પરિવાર દ્વારા કાયમી ધજા ચડે છે. વહીવટ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પેઢી, મધુમતી જૈન દેરાસર, મોટા બજાર, નવસારીના ટ્રસ્ટીઓ – શ્રી મનુભાઈ ત્રિકમલાલ મહેતા, શ્રી ગમનલાલ ચુનીલાલ ઝવેરી તથા શ્રી રણજીતભાઈ ઠાકોરલાલ શાહ હસ્તક છે. અહીં શ્રાવકશ્રાવિકાનો ઉપાશ્રય તથા પાઠશાળા છે. પાઠશાળામાં ૮૦ બાળકો ધાર્મિક અભ્યાસ કરે છે.
સં. ૨૦૧૦માં જિનાલય બંધાયા સંવત ૧૯૫૬ દર્શાવેલ છે. તે સંદર્ભમાં જિનાલયનો સમય સં. ૧૯૫૬નો છે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org