________________
૨૬૮
સુરતનાં જિનાલયો
નેમનાથ ભગવાનની જાન, ચંપાપુરી, અષ્ટાપદ, શત્રુંજય, સમવસરણ, તળાજા તથા કેસરિયાજી જેવા પટ-પ્રસંગોનું ચિત્રકામ છે. ઘુમ્મટમાં શત્રુંજય, પાર્શ્વનાથના ભવ તથા પ્રભુને અભિષેકનું ચિત્રકામ છે. ગર્ભદ્વાર પાસે બે બાજુ પાર્શ્વનાથની કાઉસ્સગ્ન પ્રતિમા છે. ચક્રેશ્વરીદેવી તથા યક્ષયક્ષિણીની આરસમૂર્તિઓ છે.
૨૩” ઊંચી મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની મનોહર આરસપ્રતિમા છે. પ્રતિમા કસોટીના પથ્થરની છે. ડાબા ગભારે શાંતિનાથ તથા જમણા ગભારે સુવિધિનાથ છે. કુલ નવ આરસપ્રતિમા તથા અઢાર ધાતુપ્રતિમા છે. આરસનાં પગલાંની ત્રણ જોડ છે. તે પૈકી શ્રી રત્નસાગરજી મ. સા.ની પાદુકા પર સં. ૧૯૫૩નો લેખ છે.
ઉપર શિખરમાં ૧૩” ઊંચી ગોડી પાર્શ્વનાથની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. કુલ ત્રણ આરસપ્રતિમા છે. ડાબી બાજુ આદેશ્વર તથા જમણી બાજુ મહાવીરસ્વામી છે. અહીં આરસનાં પગલાંની કુલ ત્રણ જોડ છે. ગૌતમસ્વામીની આરસમૂર્તિ છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૬૮૯માં વિનયવિજય ઉપાઠ કૃત સૂર્યપૂર ચૈત્યપરિપાટીમાં સુરતનાં ચૈત્યોની સાથે નવસારીના આ જિનાલયનો ઉલ્લેખ છે.
ઘણદીવિ ચિંતામણિ જુહરિ નવસારી શ્રીપાસ એ.
હાંસોટ ભગવઈ દેવ પૂજી ફલી મનની આસ એ. ૧૩
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરી (ભાગ-૨)માં ગણદૈવીમાં એક જિનાલય વિદ્યમાન હોવાની નોંધ છે. તથા બે ઉપાશ્રયો પણ વિદ્યમાન હતા.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ગણદેવી ગામમાં ઉપાશ્રય મહોલ્લામાં ચિંતામણિ પાર્શ્વનાથના શિખરબંધી જિનાલયનો ઉલ્લેખ થયો છે. કુલ તેર આરસપ્રતિમા, પંદર ધાતુપ્રતિમા તથા બે રજત ચોવીસી પટ હતા. જિનાલય પ્રાચીન હોવાની નોંધ છે. વહીવટ શેઠ બાબુભાઈ નાનચંદ હસ્તક હતો. જિનાલયની સ્થિતિ સારી હતી. ગામમાં ૧૦૦ જૈન કુટુંબો વસતાં હતાં. એક ઉપાશ્રય હતો.
આજે જિનાલયમાં બાર આરસપ્રતિમા, અઢાર ધાતુપ્રતિમા તથા આરસનાં પગલાંની છ જોડ છે. ફાગણ સુદ ત્રીજની વર્ષગાંઠના દિને જમણવાર થાય છે તથા ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી જે. મૂ. પૂ. જૈન સંઘ - ગણદેવીના ટ્રસ્ટીઓ – શ્રી સુબોધચંદ્ર મનુભાઈ શાહ, શ્રી ચેતનકુમાર વિનોદચંદ્ર શાહ તથા શ્રી કાંતિલાલ પાનાચંદ શાહ હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૬૮૯ પૂર્વેનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org