________________
સુરતનાં જિનાલયો
ગામ
વ્યારા, તાલુકો - વ્યારા
૩૫. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૫૩)
-
વ્યારા નવા બસ સ્ટેન્ડની સામે, સ્ટેશન રોડ ઉપર અરિહંત બંગલામાં કંપાઉંડમાં શ્રેષ્ઠીવર્ય શ્રી ભીખુભાઈ કેસરીચંદ શાહ પરિવારનું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું સામરણવાળું ઘરદેરાસર આવેલું છે.
૨૩૭
પ્રતિષ્ઠા સં. ૨૦૫૩માં જેઠ સુદ દશમ તા. ૧૫-૬-૯૭ના રોજ શ્રી ઇન્દ્રદિન્તસૂરીશ્વર મદ્ર સાની નિશ્રામાં થયેલ છે. મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની ૧૧” ઊંચી આરસપ્રતિમા જૂનાગઢ પાસે માંગરોલ ગામેથી લાવી અત્રે પ્રતિષ્ઠિત કરેલ છે.
આરસ તથા પથ્થરનું બનેલું આ ઘરદેરાસર નાના જિનાલય જેવી રચનાવાળું છે. આશરે ૩૫-૪૦ વ્યક્તિઓ સેવા-પૂજાનો લાભ લે છે.
મૂળનાયકશ્રીની આરસપ્રતિમા ઉપરાંત બે ધાતુપ્રતિમા છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુ રીલીજીયસ ટ્રસ્ટના નામે રજિસ્ટ્રેશન થયેલું છે. વહીવટ શ્રી અનિલભાઈ તથા શ્રી અશોકભાઈ હસ્તક છે.
ગામ - બાજીપુરા, તાલુકો - વાલોડ
૩૬. શ્રી વાસુપૂજ્યસ્વામી (સં. ૧૯૩૪)
વાલોડ તાલુકાથી ૫ કિ મીના અંતરે, બારડોલીથી ૨૦ કિ મી દૂર વ્યારા જતા વચ્ચે જ બાજીપુરા ગામ આવેલું છે. ખેતીવાડી તથા સુગર ફેક્ટરીને કારણે થોડો વિકાસ થયેલો છે. હાલ અહીં માત્ર આઠ જૈન કુટુંબો વસે છે. તેઓનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ગામમાં એક જિનાલય તથા શ્રાવકોનો એક ઉપાશ્રય છે. છેલ્લાં ૫૦ વર્ષમાં એક વ્યક્તિએ દીક્ષા લીધી હતી.
આરસ તથા સાદા પથ્થરના બનેલા શ્રી વાસુપૂજ્યસ્વામીના શિખરબંધી જિનલાયની પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૦૨માં વૈશાખ વદ એકમના રોજ આ શ્રી આનંદસાગરસૂરિની નિશ્રામાં થઈ છે.
Jain Education International
કંપાઉંડમાં પ્રવેશતાં જ ઉપાશ્રય છે. બાજુમાં પગથિયાં છે. તેની આજુબાજુ હાથીશિલ્પો છે. શૃંગારચોકીમાં જમણી બાજુ માણિભદ્રવીરનું સ્થાનક છે. એક પ્રવેશદ્વાર છે.
રંગમંડપમાં દીવાલો પર વાસુપૂજ્યસ્વામીના ચ્યવન કલ્યાણક, દીક્ષા કલ્યાણક, જન્મ કલ્યાણક, નિર્વાણ કલ્યાણક, કેવલજ્ઞાન કલ્યાણક તથા તીર્થ સ્થાપના આદિનું ચિત્રકામ છે. શત્રુંજય તથા નવપદજીના પટ છે. કુમારયક્ષ તથા પ્રચંડાદેવી યક્ષિણીની આરસમૂર્તિના ગોખ છે. ૧૭” ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામીની ડાબી બાજુ શ્રી અભિનંદનસ્વામી તથા જમણી બાજુ શ્રી સંભવનાથ · મળીને કુલ ત્રણ આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા છે. શિખરમાં મૂળનાયક શ્રી શાંતિનાથની ૯” ઊંચી પ્રતિમાની ડાબી બાજુ શ્રી મલ્લિનાથ
—
For Personal & Private Use Only
www.jainelibrary.org