________________
૨૨)
સુરતનાં જિનાલયો
રોજ માણિભદ્રવીરની મૂર્તિ પ્રસ્થાપિત કરેલ છે. તેની બાજુમાં નાની ફૂલવાડી છે. જિનાલયની પાછળના ભાગમાં આરાધના ભવન-ઉપાશ્રય છે.
મુખ્ય ત્રણ પ્રવેશદ્વાર તથા રંગમંડપમાં આજુબાજુ અન્ય બે હાર મળીને કુલ પાંચ દ્વાર છે. દીવાલે પાર્શ્વનાથ કલ્યાણક, ગૌતમસ્વામી વિલાપ, સળગતા લાકડામાંથી નાગનો બચાવ, ચૌદ સ્વપ્નો, જન્મકલ્યાણક, નેમનાથ પ્રભુની જાન, શäભવ બ્રાહ્મણને દીક્ષા, ભદ્રબાહુ દ્વારા વિસ્મગહર સ્તોત્રની રચના જેવા ચિત્રકામયુક્ત પ્રસંગો છે. ઘુમ્મટમાં તથા ઉપરની દીવાલો પણ શીતલનાથ જિનાલય-કલકત્તા, શત્રુંજય, ભદ્રેશ્વર, આબુ, અષ્ટાપદ, નેમનાથ સહસામ્રવનમાં, ગિરનાર, રાણકપુર, સમેતશિખર, શત્રુંજય, પાવાપુરી, શૂલપાણી ઉપસર્ગ, સંગમનો ઉપસર્ગ જેવા કાચકામયુક્ત પટ-પ્રસંગો તથા સમેતશિખર, શત્રુંજય જેવા પથ્થરમાં ઉપસાવી રંગકામ કરેલ પટોથી ખચિત છે. ગૌતમસ્વામીની મૂર્તિ છે.
ભોંયતળિયે ગભારામાં બિરાજમાન શ્રી કુંથુનાથની પ્રતિમા ૧૩” ઊંચી છે. કુલ અગિયાર આરસપ્રતિમા તથા દસ ધાતુપ્રતિમા છે. જમણે ગભારે સીમંધરસ્વામી તથા ડાબે ગભારે સહસ્રફણા પાર્શ્વનાથ છે.
ઉપરના માળે શિખરમાં શ્રી નાગેશ્વર પાર્શ્વનાથની ૫૧” ઊંચી શ્યામ આરસની કાઉસ્સગ્ન પ્રતિમા બિરાજે છે. જમણી બાજુ દીવાલે શત્રુંજયનો પટ તથા ડાબી બાજુ કમઠધરણેન્દ્રનો પ્રસંગ કાચકામયુક્ત છે.
પોષ વદ ત્રીજની વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે અને શ્રી મગનલાલ વીરચંદ શાહ (વડોલીવાલા) પરિવાર દ્વારા કાયમી ધજા ચડે છે. વહીવટ શ્રી સરદારબાગ જૈન શ્વે. મૂત સંઘના ટ્રસ્ટીઓ – શ્રી રસિકલાલ મગનલાલ શાહ, શ્રી હર્ષદભાઈ નગીનદાસ શાહ, શ્રી પ્રવીણભાઈ ભાયચંદ શાહ, શ્રી જયંતિલાલ ગેબીરામ શાહ તથા શ્રી મહેન્દ્રકુમાર દેવચંદ શાહ હસ્તક છે.
ટૂંકમાં જિનાલયનો સમય સં૨૦૨૫નો છે. પ્રતિમા પ્રાચીન છે.
ગામ - બારડોલી, તાલુકો - બારડોલી
૧૯. શ્રી શીતલનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૪૧) બારડોલીમાં જનતા સોસાયટીમાં નં. ૭૦ના બંગલામાં શ્રી ધીરુભાઈ મોતીચંદ શાહ પરિવારનું શ્રી શીતલનાથનું ઘરદેરાસર આવેલું છે.
પ્રતિષ્ઠા સં૨૦૪૧ના વૈશાખ સુદ ૩ને દિને પં. શ્રી ચંદ્રજીતવિજય મ. સા.ની નિશ્રામાં થયેલ છે. ૧૧” ઊંચી મૂળનાયક શ્રી શીતલનાથની આરસપ્રતિમા તથા એક ધાતુપ્રતિમા છે.
0
0
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org