________________
સુરતનાં જિનાલયો
૧૩૭ ખબર પડી કે પોતાની સ્ત્રીને પ્રગટ થઈ દર્શન દીધાં જેથી ભક્તિએ કરીને પોતાની સ્ત્રીએ પહેરાવ્યો હતો એમ ખબર પડી એ યાદ સ્મરણમાં રાખવાને શેઠે ત્યાં એક ભવ્ય દેરાસર બંધાવી ગોડી પાર્શ્વનાથની પ્રતિમા પ્રતિસ્થાપિત કરી.”
જિનાલયનો રંગમંડપ વિશાળ છે. શત્રુંજય તથા ગિરનારના ચિત્રિત કરેલ પટ છે. ડાબી બાજુ ગોખમાં શ્રી આત્મારામજી મહારાજની આરસમૂર્તિ છે જેના પર નીચે મુજબ લેખ છે :
અહં શ્રેષ્ઠી આનંદચંદ્રનંદનેન દીવાન શ્રી મેલાપચંદ્રણ પન્યાસ શ્રીમદ્ સંપતવિજય મુનિ ચતુરવિજયોપદેશાત્ શ્રીમદ્ વિજયકમલસૂરિ, પ્રવર્તક શ્રી કાંતિવિજયજી, મુનિપ્રવર શ્રીમદ્ હંસવિજય આત્મનાવાષિત સેવ્યમાના શ્રી તપગચ્છાચાર્ય ન્યાયાભોનિધિ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરાણી (આત્મારામ) મૂર્તિરિય કારિતા એ સુરત ગોડી પાર્શ્વનાથ મંદિરે શ્રી પ્રવર્તક શ્રી કાંતિવિજય, મુનિશ્રી હંસવિજયાભ્યામ પ્રતિષ્ઠાપિતા વીર સંવત ૨૪૩૭ વિક્રમસંવત ૧૯૬૮ પોષ કૃષ્ણ ત્રીજ શુક્રવાર. આત્મસંવત ૨૧.
ગર્ભદ્વાર પાસે સામ સામે પાર્શ્વયક્ષ તથા પદ્માવતીદેવીના ગોખ છે. મધ્યે ધાતુના સમવસરણમાં ધાતુની ચૌમુખી પ્રતિમા છે જે તે સમયના સીરોહી (મારવાડ)ના દીવાન- શેઠ મેળાપચંદ આનંદચંદ સીરૉહીના તાબાના ગામ હજારીના શ્રી મહાવીરસ્વામીના જિનાલયમાંથી નકરો આપી લાવેલા. તેની પ્રતિષ્ઠા સં. ૧૯૪૭ના માગશર સુદ ત્રીજના રોજ શ્રી મોહનલાલજી મહારાજે કરી છે. અહીં મૂળનાયકની સન્મુખ એક ગોખમાં શેઠ ડાહ્યાભાઈ લાલભાઈ ભાઈશાની આરસમૂર્તિ છે. તેની નીચે તકતી લેખ છે જે નીચે મુજબ છે :
|| મહાપ્રભાવક શ્રી ગોડી પાર્શ્વનાથાય નમઃ | શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુનું આ દહેરાસર સુરત નિવાસી શેઠ ડાહ્યાભાઈ લાલભાઈ ભાઈશાજીએ વિ. સં. ૧૮૬૨માં બંધાવ્યું હતું. પ્રતિષ્ઠા વિસં. ૧૮૮૨માં થઈ હતી તથા ફરી પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૭૨માં થઈ હતી. તેમના વારસદારોએ વિસં. ૨૦૦૩માં શ્રીસંઘને સુપ્રત કર્યું હતું. દહેરાસરજી જીર્ણ થતાં હાલના ટ્રસ્ટીઓ તથા શેઠ મોહનલાલ મગનલાલ બદામી વગેરે ભાઈઓને જીર્ણોદ્ધાર કરાવવાની ભાવના જાગૃત થઈ અને તે ભાવનામાં ધર્મનિષ્ઠ જૈન સંઘમાં સર્વત્ર પ્રસિદ્ધ સ્વ. શ્રીયુત સુરચંદ્રભાઈ પરસોતમદાસ બદામી (સ્મોલ, કોઝ કોર્ટ જજ) તરફથી પ્રેરણા મળતાં શ્રી અમદાવાદ દેરાસર જીર્ણોદ્ધાર કમિટી મારફતે જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ થયું અને થોડા વર્ષોમાં અતિ ભવ્ય રમણીય જિનમંદિર તૈયાર થઈ ગયું. વિ. સં. ૨૦૧૨માં અત્રે વડાચૌટા સંવેગીના મોટા ઉપાશ્રયે ચાતુર્માસ બિરાજમાન પૂ. આ દેવ ૧૦૦૮ શ્રીમાન વિજયપ્રતાપસૂરીશ્વર મહારાજના સદુપદેશથી પ્રભુપ્રતિષ્ઠા કરાવવાનો નિર્ણય થયો અને તેઓશ્રીના પટ્ટાલંકાર પૂ આ શ્રી વિજયધર્મસૂરિજી મહારાજની શુભનિશ્રામાં વિ. સં. ૨૦૧૩ વીર સં. ૨૪૮૩ મહા સુદ ૨ શુક્રવાસરે પ્રશસ્ત દિવસે શુભલગ્ન ધર્મપ્રેમી શ્રીયુત મોહનલાલ મગનલાલ બદામી તથા તેમના ધર્મપત્નીએ સૌ. મોતનબહેનનાં શુભહસ્તે મૂળનાયક શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુને મહા મહોત્સવપૂર્વક ગાદી ઉપર બિરાજમાન કરવામાં આવ્યા છે શુભ ભવતુ //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org