________________
૧૯૮
સુરતનાં જિનાલયો
વર્ધમાન કોપ્લેક્ષ, ભટાર રોડ
૧૩૩. શંખેશ્વર પાર્શ્વનાથ ભટાર રોડ પર વર્ધમાન કોમ્લેક્ષમાં શિખરબંધી જિનાલય આવેલું છે. શ્રી મંછાભાઈ તારાચંદ શાહ (સોનગરા) પરિવારે આ જિનાલય બંધાવેલ છે. ૧૩” ઊંચી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની આરસપ્રતિમા પરોણાગત છે. બે ધાતુપ્રતિમા છે.
નોંધ : તા. ૨૯-૪-૨૦૦૧ વૈશાખ સુદ ૬ રવિવારે આ. શ્રી રાજયશસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં પ્રતિષ્ઠા થશે. તથા શ્રી સંભવનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા થશે.
મોડેલ ટાઉન, ડુંભાલ
૧૩૪. શાંતિનાથ (સં. ૨૦૧૧) સુરતથી કડોદરા જવાના રસ્તે સુરત રેલવે સ્ટેશનથી ૩-૪ કિ. મી.ના અંતરે પુણા કુંભારિયા રોડ પર ડુંભાલ મોડેલ ટાઉનમાં સફેદ આરસ તથા પથ્થરનું બનેલું રથાકારનું શ્રી શાંતિનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે.
પ્રતિષ્ઠા સં૨૦૫૧માં ફાગણ સુદ ચોથને તા. ૫-૩-૧૯૯૫ના રોજ શ્રી અશોકસાગર મ. સા.(હાલ આચાર્ય)ની નિશ્રામાં ઓસવાલ જ્ઞાતિના શ્રી શાંતિચંદ છગનચંદ ઝવેરી દ્વારા કરવામાં આવી છે.
શ્રી આનંદસાગરસૂરિની ગુરુમૂર્તિની તથા નાકોડાભૈરવની દેરી છે. માણિભદ્રવીર તથા પદ્માવતીદેવીની આરસમૂર્તિઓ છે. ૧૭” ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથની પ્રતિમા પર સંત ૨૦૫૧નો લેખ છે. ડાબી બાજુ વાસુપૂજ્ય સ્વામી અને પાર્શ્વનાથ તથા જમણી બાજુ આદેશ્વર અને મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા બિરાજમાન છે. કુલ પાંચ આરસપ્રતિમા તથા એક ધાતુપ્રતિમા છે.
વહીવટ શ્રી શાંતિનાથ જૈન . મૂ. સંઘના ટ્રસ્ટીઓ – શ્રી શાંતિચંદ છગનભાઈ ઝવેરી, શ્રી રવીન્દ્રકુમાર ધામચંદ સીંગી તથા શ્રી નરેન્દ્રભાઈ માનમલજી હસ્તક છે.
ગામ - વેસુ તાલુકો - ચોર્યાસી
૧૩૫. શ્રી સોમેશ્વર પાર્શ્વનાથ (સં. ૨૦૫૫) સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ઉધના મગદલ્લા રોડ પર વેસુ ગામ આવેલું છે. અહીં કુલ સાત જૈન કુટુંબો વસે છે. અહીં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પાસે સોમેશ્વરા એક્લેવમાં આરસ તથા સાદા પથ્થરનું શ્રી સૂરજમંડન પાર્શ્વનાથનું શિખરબંધી નૂતન જિનાલય આવેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org