________________
૧૯૦
મુનિસુવ્રતસ્વામીની આરસપ્રતિમાના ગોખ છે.
એક ગર્ભદ્વાર છે. નાના ગભારામાં ૨૭” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની ભામંડલયુક્ત (પરિકરયુક્ત) મનોહર પ્રતિમા સહિત કુલ ત્રણ આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા છે.
મૂળનાયક પ્રતિમા પર સં. ૨૦૫૦ના કારતક વદ ૧૦ના રોજ મુનિશ્રી પ્રસન્નચંદ્રવિજય મ સાના શ્રેયાર્થે આ શ્રી ચંદ્રોદયસૂરિ મ૰ સા તથા આ શ્રી અશોકચંદ્રસૂરિ મ.સાની નિશ્રામાં શ્રી જયંતિભાઈ છોટાલાલ શાહ (પાર્લા-મુંબઈ) પરિવાર દ્વારા પ્રતિષ્ઠા કરાવ્યાનો લેખ
છે.
સુરતનાં જિનાલયો
જિનાલયમાં કુલ પાંચ આરસપ્રતિમા છે. વહીવટ શ્રી સંઘ હસ્તક છે. ચૈત્રી પૂનમની જાત્રા નિમિત્તે ભાથા ખાતાની સગવડ છે.
સં. ૨૦૫૪માં પ્રકટ થયેલ સુરત તીર્થ વંદુ કર જોડમાં આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ છે :
આ શ્રી ચંદ્રોદયસૂરિ મ૰ સા તથા આ શ્રી અશોકચંદ્રસૂરિ મ સાના સંસારી પિતા મુનિ શ્રી પ્રસન્નચંદ્રવિજય મહારાજની જન્મશતાબ્દીની સ્મૃતિમાં ગુરુગુણાનુરાગી ભક્તો તરફથી સારો સહયોગ મળતાં જિનાલયને શ્રી આદિજિન પ્રસન્ન નામ આપવામાં આવ્યું છે.’
–
ગંગાનગર હા. સોસાયટી, પાલનપુર પાટિયા,
૧૧૮. મહાવીરસ્વામી (સં. ૨૦૫૦)
પાલનપુર પાટિયા, રાંદેર રોડ પર ગંગાનગર હા૰ સોસાયટીમાં અંદરના ભાગમાં બી૭૮માં આરસનું બનેલું શ્રી મહાવીરસ્વામીનું સામરણયુક્ત નવીન જિનાલય આવેલું છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૫૦ના કારતક વદ ૧૦ને સોમવારે આ શ્રી રાજતિલકસૂરિ મ. સા, આ. શ્રી મહોદયસૂરિ મ સા તથા આ શ્રી પૂર્ણચંદ્રસૂરિ મસાની નિશ્રામાં થઈ હતી. પ્રતિષ્ઠાનો લાભ ડૉ. ધુડાલાલ હાથીભાઈ ભણશાળી તથા ચંદ્રાબહેન ધુડાલાલ ભણશાળી પરિવારે લીધો હતો. તેઓએ પોતાના પુત્રો – શ્રેણિકકુમાર તથા હસમુખભાઈના આત્મશ્રેયાર્થે સ્વદ્રવ્યથી આ જિનાલય બંધાવ્યું છે.
Jain Education International
૧૪૪૪૫ ફૂટના પ્લોટમાં નીચે ઉપાશ્રય તથા ઉપરના માળે જિનાલય આવેલું છે. લંબચોરસ, નાનો રંગમંડપ છે. બે ગોખમાં માતંગયક્ષ અને સિદ્ધાયિકાદેવીની આરસમૂર્તિઓ છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા ૨૧' ઊંચી છે. પ્રતિમાલેખ છે. આરસપ્રતિમા તથા ધાતુપ્રતિમા છે.
કુલ પાંચ
જિનાલયના વહીવટદાર તરીકે શ્રી ધુડાભાઈ હાથીભાઈ ભણશાળી, શ્રી ચંદ્રકાન્તભાઈ
For Personal & Private Use Only
www.jainelibrary.org