________________
૧૮૮
સુરતનાં જિનાલયો
શાંતિનિકેતન સોસાયટી, સુમુલ ડેરી રોડ
૧૧૩. વાસુપૂજ્ય સ્વામી (સં. ૨૦૧૧) સુમુલ ડેરી રોડ પર શાંતિનિકેતન સોસાયટીમાં છેલ્લી ગલીમાં શ્રી વાસુપૂજયસ્વામીનું ધાબાબંધી જિનાલય આવેલું છે.
મધ્યમ કદનો રંગમંડપ સાદો છે. માણિભદ્રવીર, સુકુમાર યક્ષ, ચંડાદેવી યક્ષિણી તથા પદ્માવતીદેવીના ગોખ છે. શત્રુંજયનો પટ છે. ડિઝાઈનવાળી આરસની ફરસ ધ્યાનાકર્ષક છે.
ત્રણ ગર્ભદ્વાર છે. ગભારામાં નાના શિખરની રચના છે. તેના પર મહા સુદ છઠની વર્ષગાંઠ નિમિત્તે ધજા ચડે છે. ૧૧” ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા નયનરમ્ય છે. ડાબે ગભારે શ્રી નેમિનાથ તથા જમણે ગભારે શ્રી પાર્શ્વનાથ છે. કુલ પાંચ આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે.
- પ્રતિષ્ઠા સં. ૨૦૫૧ના મહા સુદ છઠને તા. ૫-૨-૧૯૯૫ના દિને આ. શ્રી કુમુદચંદ્રસૂરિ તથા આ. શ્રી પ્રબોધચંદ્રસૂરિની નિશ્રામાં શ્રી પ્રાણલાલ દેવચંદ દોશી પરિવારે કરેલ છે.
સં. ૨૦૧૪માં પ્રગટ થયેલ સુરત તીર્થ વંદુ કર જોડમાં જણાવ્યા મુજબ – “શાંતિનિકેતન સોસાયટીમાં બીજે માળ શ્રી પુષ્યામૃત ગૃહજિનાલય હતું. વાલોડિયા અમૃતલાલ તથા કુમુદચંદ્ર પરિવારે શ્રી સંઘને અર્પણ કર્યું. શ્રી સંઘે (શ્રી શાંતિનિકેતન સરદાર જૈન સંઘ ટ્રસ્ટ) પૂ. આ. શ્રી વિજયપ્રબોધચંદ્રસૂરિ મના ઉપદેશથી આમૂલચૂલ જીર્ણોદ્ધાર કરાવી આ જિનાલય બંધાવ્યું છે. મૂળનાયક બહુ પ્રાચીન છે. શ્રી સંપ્રતિ મહારાજના ભરાવેલા છે.”
પ્રતિમાની પ્રતિષ્ઠા સં૧૮૧૭ મહા સુદ રની દર્શાવેલી છે. આ પ્રાચીન પ્રતિમાનો કડીબદ્ધ ઇતિહાસ નક્કી કરવા માટે વધુ સંશોધનની જરૂર છે.
જોગાણીનગર, રાંદેર રોડ
૧૧૪. પાર્શ્વનાથ (સં. ૨૦૪૭) રાંદેર રોડ પર આવેલ જોગાણીનગર સોસાયટીના કોમન પ્લોટમાં એક નાની રૂમમાં શ્રી શ્યામ સમેતશિખર પાર્શ્વનાથની ૧૧” ઊંચી આરસપ્રતિમા બિરાજે છે. તથા બે ધાતુપ્રતિમા પૈકી ૧૭” ઊંચી શ્રી સહસ્રફણા પાર્શ્વનાથની શ્યામ ધાતુપ્રતિમા અને ૭” ઊંચી શ્રી શાંતિનાથની ધાતુપ્રતિમા છે. સં. ૨૦૪૭માં શ્રાવણ વદ ૭ને દિને આ પ્રતિમાઓ અહીં પધરાવેલ છે.
હાલ સોસાયટીના ખુલ્લા પ્લોટમાં જિનાલયના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે.
પાર્શ્વનાથની આ પ્રતિમા શ્યામ છે તથા સમેતશિખરના સંઘમાં સાથે લઈ જવામાં આવી હોવાથી શ્યામ સમેતશિખર પાર્શ્વનાથ તરીકે ઓળખાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org