________________
૧૮૬
સુરતનાં જિનાલયો – શ્રી પ્રકાશભાઈ ભીલચંદ સંઘવી, શ્રી શાંતિલાલ લક્ષ્મીચંદ શાહ તથા શ્રી ચીમનલાલ રતિલાલ શાહ હસ્તક છે.
ત્રિકમનગર, વરાછા રોડ
૧૧૧. શંખેશ્વર પાર્શ્વનાથ (સં. ૨૦૪૭) વરાછા રોડ પર ઋષભ એપાર્ટમેન્ટની પાછળ ત્રિકમનગર વિભાગ-૨માં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. હાલ અહીં ભોમતીની રચનાનું કાર્ય ચાલુ છે.
એક ચોકવાળી સામરણયુક્ત શૃંગારચોકી છે. એક પ્રવેશદ્વાર અને આજુબાજુ બારી છે. પાસે દાદર છે. શિખરમાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની ૧૭” ઊંચી પ્રતિમા છે. કુલ છે આરસપ્રતિમા છે.
નીચે મધ્યમકદના રંગમંડપમાં માણિભદ્રવીર, નાકોડાભૈરવ, પદ્માવતીદેવી તથા ચાર આરસપ્રતિમાના ગોખ છે. ગર્ભદ્વાર પાસે સામસામે ગોખમાં પદ્માવતીદેવી તથા પાર્શ્વયક્ષ બિરાજમાન છે.
ગર્ભદ્વાર એક છે. ફણા સાથે ૫૧” અને ફણા વગર ૪૭” ઊંચાઈ ધરાવતી મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા આગવી લાક્ષણિકતા ધરાવે છે અને અલૌકિક લાગે છે. ગભારામાં કુલ પાંચ આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે. મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા પર નીચે મુજબનો લેખ છે :
‘ૐ નમઃ સિદ્ધમ્ | વિ. સં. ૨૦૪૭ વર્ષે દ્વિવ વૈ શુ ૬ દિને રવિવારે સુરત ત્રિકમનગર મધ્યે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનબિંબમિદં પ્રતિષ્ઠિત સિદ્ધાંત મહોદધિ સ્વ. પૂ. આ. શ્રી પ્રેમસૂરિ પટ્ટા. ગચ્છાધિપતિ પૂઆ. શ્રી વિ. ભુવનભાનુસૂરિ શિષ્ય સમત્વસાગર પૂ. પં. શ્રી પદ્મવિજય શિષ્ય વૈરાગ્ય દૃષ્ટાંતદક્ષ પૂ. આચાર્યદેવ શ્રી વિ. હેમચંદ્રસૂરિભિઃ ધર્મ... પ્રભાવક પૂ. પં. શ્રી જગવલ્લભવિજયાદિ મુનિ સહિતૈઃ કારિત ચ ..... નિવાસી શ્રેષ્ઠિ ........ ભાર્યા પૂજા શ્રાવિક્યા પુત્ર જિતેન્દ્ર-દિનેશ પૂત્રવધૂ ભારતી-શિલ્પા પુત્રી ..... સુશીલા-નયના પૌત્ર મનીષ-પ્રીતેશ-કૌશલ-સૌમિલ પૌત્રી શિલ્પા-સ્મૃતિ સહિતયા શુભંભવતુ શ્રી સંઘસ્ય !”
હાલ જિનાલયમાં કુલ અગિયાર આરસપ્રતિમા છે. વહીવટદાર તરીકે શ્રી વ્રજલાલ ભગવાનભાઈ પારેખ, શ્રી વ્રજલાલ પરસોત્તમભાઈ શાહ તથા શ્રી મણિલાલ હરીચંદ શાહ સેવાઓ આપે છે.
સં. ૨૦૧૪માં પ્રકટ થયેલ સુરત તીર્થ વંદુ કર જોડમાં મૂળનાયક શ્રી કદંબગિરિ તીર્થના શાસનસમ્રાટ્ શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજના મૂર્તિના ભંડારમાંથી પ. પૂ. આ. શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી મળ્યા હોવાની નોંધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org