________________
સુરતનાં જિનાલયો
૧૯૫ પ્રતિષ્ઠા સં૨૦૫૦ના કારતક વદ ૭ના દિને આ. શ્રી ચંદ્રોદયસૂરિ, આ. શ્રી અશોકચંદ્રસૂરિની નિશ્રામાં શ્રી ધરમભાઈ પદમશીભાઈ શાહ (નાવડાવાળા) પરિવાર દ્વારા કરવામાં આવી છે.
અક્ષરજ્યોત એપાર્ટમેન્ટ, અડાજણ રોડ
૧૨૭. વાસુપૂજ્ય સ્વામી (સં. ૨૦૫૩) અડાજણ રોડ પર ભુલકા ભવનની બાજુમાં આવેલ અક્ષરજયોત એપાર્ટમેન્ટમાં એક નાની રૂમમાં શ્રી વાસુપૂજયસ્વામીનું નૂતન જિનાલય આવેલું છે.
સં. ૨૦૧૩ના અષાઢ સુદ ૯ના દિને આ. શ્રી અશોકસાગરસૂરિ મ. સા.ની નિશ્રામાં શ્રી બાબુભાઈ વિનોદભાઈ શાહ પરિવાર દ્વારા ૧૫” ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની આરસપ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. હાલ અહીં મૂળનાયકની આરસપ્રતિમા તથા એક ધાતુપ્રતિમા છે.
વહીવટ શ્રી અક્ષરજ્યોત જે. મૂ. જૈન સંઘ હસ્તક છે. શિખરબંધી જિનાલય બનાવવાની યોજના છે. સંઘમાં આશરે ૪૦ ઘર છે.
ખટોદરા કૉલોની, ઉધના, શાસ્ત્રીનગર
૧૨૮. અજિતનાથ (સં. ૨૦૧૩) શાસ્ત્રીનગર, ખટોદરા કૉલોનીમાં આરસનું બનેલું શ્રી અજિતનાથનું સામરણયુક્ત જિનાલય આવેલું છે.
ટ્રસ્ટીશ્રી અરવિંદભાઈના જણાવ્યા અનુસાર – કલિકુંડ તીર્થોદ્ધારક શ્રી રાજેન્દ્રસૂરિના આશીર્વાદથી શ્રી શાસ્ત્રીનગર હૈ. મૂ. જૈન સંઘની સ્થાપના કરવામાં આવી અને ત્યારબાદ તેમની પ્રેરણાથી શ્રી નંદલાલ ગભરૂભાઈના ફલેટમાં ઘરદેરાસર કરવાનો નિર્ણય કર્યો અને અણસ્તુ મુકામે પ્રતિષ્ઠાના દિવસે શ્રી શ્રેયાંસનાથની ધાતુપ્રતિમાની અંજનવિધિ કરી વાજતે ગાજતે સુરત મુકામે ઘરદેરાસરમાં પધરાવવામાં આવી. ત્યારપછી પૂજ્યશ્રીની પ્રેરણા અને આશીર્વાદથી નૂતન જિનાલય બનાવવાનો નિર્ણય થયો અને ચાર વર્ષના ટૂંકા ગાળામાં નૂતન જિનાલય તૈયાર કરવામાં આવ્યું. તે માટે વિવિધ સંઘો તથા આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ઘણો જ સહકાર મળ્યો અને સં. ૨૦૫૩ના આસો વદ ૮ને તા૨૩-૧૦-૯૭ના ગુરુવારના રોજ જિનાલયની પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઊજવવામાં આવ્યો.
' ૨૫” ઊંચી શ્રી અજિતનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરિની નિશ્રામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org