________________
સુરતનાં જિનાલયો
સં. ૧૯૩૬માં ૫ પૂ શ્રી રત્નસાગરજીએ ગોપીપુરા, નેમુભાઈની વાડીમાં લાકડાના સમવસરણની રચના કરાવી હતી જે ત્યારબાદ આ જિનાલયમાં પધરાવ્યું હતું. ત્રણ થોયવાળા પ. પૂ. શ્રી રાજેન્દ્રસૂરિ મ સાની પ્રેરણાથી સમવસરણ આરસનું બનાવવામાં આવ્યું અને તેની પ્રતિષ્ઠા સં. ૧૯૬૧ના શ્રાવણ વદ ત્રીજના દિવસે ૫ પૂ મોહનલાલજી મહારાજની નિશ્રામાં થઈ.
રંગમંડપ મોટો છે. ફરસ આરસની છે. છત પર મધ્યે નકશીકામયુક્ત ચક્ર અને ફરતે પરીઓનું સુંદર ચિત્રાંકન છે. અહીં સુંદર કારીગરીયુક્ત ગ્લાસપેઇન્ટિંગ (કાચ પર ચિત્રકામ) થયેલું છે. શ્રી મહાવીરપ્રભુના છવ્વીસભવોનાં ૪૨ ચિત્રોનું આલેખન લાઇટની ઇફેક્ટથી અદ્ભુત લાગે છે.
૧૩૫
ગભારા જેવી રચનામાં અષ્ટકોણાકારના આરસના બનેલા સમોવસરણની રચના સુંદર છે. તેમાં ૧૫” ઊંચી મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની આરસપ્રતિમા તથા મુનિસુવ્રતસ્વામી, મહાવીરસ્વામી તથા પાર્શ્વનાથ – એમ અન્ય ત્રણ આરસપ્રતિમા (ચૌમુખજી) બિરાજમાન છે. તે પૈકી મૂળનાયકની પ્રતિમા ૫૨ સં ૧૭૬૩, શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા પર સં. ૧૭૮૬ તથા શ્રી મહાવીરસ્વામી તથા. શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પર સં ૧૯૦૩નો લેખ છે. કુલ ચૌદ ધાતુપ્રતિમા, એક સ્ફટિકપ્રતિમા તથા યંત્રો છે. અન્ય બે ગોખમાં શ્રી શ્રેયાંસનાથ અને શ્રી શાંતિનાથ – એમ બે આરસપ્રતિમા તથા ઉપર્યુક્ત ચૌમુખજી મળીને કુલ ત્રણ આરસપ્રતિમા છે.
ઐતિહાસિક સંદર્ભ
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં નાણાવટ વિસ્તારમાં શ્રી મહાવીરસ્વામીના જિનાલયને ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવ્યું છે. કુલ છ આરસપ્રતિમા તથા સાત ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૧૯૩૮માં તલકચંદ મોતીચંદ કચરાએ જિનાલય બંધાવ્યાનીં નોંધ છે. એટલે કે સં ૧૯૩૮માં કાષ્ઠનું સમવસરણ નેમુભાઈની વાડીથી અત્રે પધરાવ્યું હોવાનો સંભવ છે.
સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં તથા સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં આ વિસ્તારમાં તલકચંદ મોતીચંદે બંધાવેલ શ્રી મહાવીરસ્વામીના જિનાલયનો ઉલ્લેખ છે.
સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો વહીવટ શેઠ ફકીરચંદ તલકચંદ હસ્તક હોવાની, જિનાલયની સ્થિતિ સારી હોવાની તથા આરસના સમવસરણની નોંધ છે.
સં. ૧૯૯૬માં સૂર્યપુરનો સુવર્ણયુગ ગ્રંથમાં પ્રકરણ ૧૦ના પૃ. ૫૨ તથા પૃ ૫૯-૬૦ પર પણ પ્રતિષ્ઠાની ઉપર્યુક્ત નોંધ મળે છે.
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયને ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવ્યું છે. કુલ છ આરસપ્રતિમા, પંદર ધાતુપ્રતિમા, એક સ્ફટિકપ્રતિમા તથા એક રજત ચોવીસી હતી. જિનાલયની સ્થિતિ સારી હતી અને વહીવટ શેઠ ફકીરચંદ તલકચંદ હસ્તક હતો. જિનાલય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org