________________
સુરતનાં જિનાલયો
ઘુમ્મટયુક્ત આરસના ગોખમાં ૧૫' ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથની આરસપ્રતિમા તથા એક ધાતુપ્રતિમા છે. મૂળનાયક પ્રતિમા પર લેખ છે.
ખાનગી માલિકીની આ જગ્યામાં ઘરદેરાસરની પ્રતિષ્ઠા આ શ્રી હિમાચલસૂરિના શિષ્યરત્ન પં. મેવાડદીપક શ્રી રત્નાકર વિજયજીના શિષ્ય પૂ મુનિ શ્રી રવિશેખરવિજયજી મ. સાની નિશ્રામાં સં. ૨૦૫૨ મહા સુદ ૧૫ રવિવારે તા ૪-૨-૧૯૯૬ના દિને થઈ હતી. પ્રતિષ્ઠાનો લાભ રોશનલાલજી તારાચંદજી સાયરાવાલા તથા શ્રી ખ્યાલીલાલ તારાચંદજી સાયરાવાલા પરિવારે લીધો હતો.
-
૧૪૫
દાદાવાડી, હરિપુરા
૬૬. મુનિસુવ્રતસ્વામી (સં. ૨૦૪૫)
હિરપુરા, પીછડી રોડ પર દાદાવાડીમાં ખરતરગચ્છના જિનાલય તરીકે પ્રચલિત આરસનું બનેલું, શ્રી મુનિસુવ્રતસ્વામીનું શિખરબંધી જિનાલય આવેલું છે. જિનાલયની સાથે દાદાવાડી ગુરુમંદિર, ઘંટાકર્ણ મહાવીરનું મંદિર અને નાકોડાભૈરવનું મંદિર છે.
સં. ૧૯૬૩માં શ્રી મોહનલાલજી મહારાજે દાદાવાડીનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. સ્થાનિક માહિતી પ્રમાણે આશરે ૨૦૦ વર્ષ પ્રાચીન આ દાદાવાડીમાં એક નાની રૂમમાં ફક્ત ધાતુપ્રતિમા હતી તથા શ્રી જિનદત્તસૂરિના આરસનાં પગલાંની જોડ હતી. પછીથી મોટા જિનાલયનું નિર્માણ થયું.
આ જિનાલયમાં સં. ૨૦૪૫માં મહા સુદ તેરશને શનિવારે સુરતના જ વતની શેઠ નેમચંદભાઈ પાનાભાઈ ઝવેરી પરિવાર દ્વારા ખરતરગચ્છના આ શ્રી કાન્તિસાગરસૂરિની નિશ્રામાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની આરસપ્રતિમાની પ્રતિષ્ઠા થયેલ છે.
સાદી બાંધણીવાળા આ જિનાલયના રંગમંડપમાં કુલ છ ગોખ પૈકી એક ગોખમાં ગૌતમસ્વામીની આરસમૂર્તિ તથા અન્ય ગોખમાં એકેક મળીને કુલ પાંચ આરસપ્રતિમા છે.
એક ગર્ભદ્વાર છે. ૨૫” ઊંચી મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની શ્યામ વર્ણની સપરિકર પ્રતિમા મનોહર છે. તેના પર ‘સં ૨૦૪૦ વૈશાખ સુદ ૫ ....... ખરતરગચ્છ ........ દીદી જિનકુશલસૂરિ જન્મભૂમૌ શિવનાથાં કાંતિસાગરસૂરિભિ' – મુજબનું લખાણ વાંચી શકાય છે. જમણી બાજુ સીમંધરસ્વામી તથા ડાબી બાજુ શંખેશ્વર પાર્શ્વનાથ મળીને ગભારામાં કુલ ત્રણ આરસપ્રતિમા છે.
શિખરમાં ગભારામાં શ્રી મુનિસુવ્રતસ્વામીની એક માત્ર પ્રતિમા બિરાજે છે.
Jain Education International
દાદાવાડી દાદાવાડીમાં દેવકુલિકા જેવી રચનામાં સં. ૨૦૨૦માં ફાગણ સુદ ૩ના રોજ શ્રી ઘંટાકર્ણ
For Personal & Private Use Only
www.jainelibrary.org