________________
સુરતનાં જિનાલયો
૧૪૯
આજે જિનાલયમાં ભોયરું નથી. શ્રી નેમિનાથની પ્રતિમા શ્રી શીતલનાથના રંગમંડપમાં એક ગોખમાં બિરાજે છે. જિનાલયમાં કુલ ક્યાસી આરસપ્રતિમા છે. વહીવટ શ્રી લાડશ્રીમાળી જૈન જ્ઞાતિપંચના ટ્રસ્ટીઓ – શ્રી મહેન્દ્રભાઈ હીરાલાલ કાપડિયા, શ્રી દેવેન્દ્રભાઈ ગમનલાલ શાહ તથા શ્રી ભાવેશભાઈ ધનસુખલાલ ટોપીવાલા હસ્તક છે.
ટૂંકમાં જિનાલય સં. ૧૯૪૮ના સમયનું છે.
ઘીયાશેરી સામે, મહીધરપુરા
૬૮. સંભવનાથ (ઘરદેરાસર) (સં. ૧૯૬૩ પૂર્વે) મહીધરાપુરા, ઘીયાશેની સામે, ગલેમંદિરના નાકે, ધોળકીયા ફોટોગ્રાફરની બાજુમાં નંબર ૬ ૯૭૬ના મકાનમાં શ્રી સોભાગચંદ વેણીલાલ દલાલ પરિવારનું શ્રી સંભવનાથનું ઘરદેરાસર આવેલું છે. ઘરદેરાસર પાંચમે માળ છે.
આરસની છત્રીમાં ૫” ઊંચી મૂળનાયક શ્રી સંભવનાથની પંચતીર્થી ધાતુપ્રતિમા સહિત કુલ ચાર ધાતુપ્રતિમા છે. મૂળનાયક પ્રતિમા પર સં. ૧૫૩૭માં આ. શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરાવ્યાનો લેખ છે.
વહીવટ શ્રી વેણીલાલ સાકરચંદ વજેચંદ રૂવાળા (દલાલ) પરિવાર હસ્તક છે. પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૪૬-૪૭માં શ્રી વિજયકુમુદચંદ્રસૂરિ તથા શ્રી પ્રબોધચંદ્રસૂરિની નિશ્રામાં થયેલ છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સુરતનાં ઘરદેરાસરોની યાદીમાં મહીધરપુરા, જુની ચૌકી વિસ્તારમાં શ્રી હીરચંદ ચુનીલાલ પરિવારમાં કુલ ચાર ધાતુપ્રતિમા વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં પણ મહીધરપુરા, ઘીયાશેરી વિસ્તારમાં શ્રી હીરાચંદ ચુનીલાલને ત્યાં શ્રી સંભવનાથનું ઘરદેરાસર હોવાની નોંધ છે. કુલ ચાર ધાતુપ્રતિમા વિદ્યમાન હતી. ઘરદેરાસર ત્રીજે માળ હતું. વહીવટ સાકરચંદ વજેચંદ દલાલ હસ્તક હતો અને સ્થિતિ સારી હતી. બંધાવનાર તરીકે કપુરચંદ જેચંદના નામનો તથા બંધાયા સંવત ૧૯૦૦ લગભગનો ઉલ્લેખ છે. મૂળનાયક પ્રતિમા પર સં. ૧૫૩૭નો લેખ હોવાની નોંધ છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ઘરદેરાસર બંધાયા સંવત ૧૯૦૦ લગભગ દર્શાવેલ છે. સં. ૧૯૬૩માં આ ઘરદેરાસરનો ઉલ્લેખ મળે છે તેથી ઘરદેરાસરનો સમય સં. ૧૯૬૩ પૂર્વેનો તો છે જ. ઉપરાંત સં૧૯૦૦ આસપાસનો સમય નક્કી કરવા માટે વધુ સંશોધનની જરૂર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org