________________
૧૫૦
સુરતનાં જિનાલયો
છાપરીયા શેરી, મહીધરપુરા
૬૯. સુપાર્શ્વનાથ (સં. ૧૯૨૫ આસપાસ) મહીધરપુરામાં આવેલ છાપરીયા શેરીમાં પ્રવેશતાં ચાર-પાંચ મકાન પછી આરસનું બનેલું શ્રી સુપાર્શ્વનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે.
પ્રવેશદ્વારની ઉપરની દીવાલે સરસ્વતીદેવી તથા આજુબાજુ બારીની ઉપર લક્ષ્મીદેવીના શિલ્યો છે. મુખ્ય પ્રવેશદ્વાર પાસે માણિભદ્રવીરની ચમત્કારિક પ્રતિમા છે.
રંગમંડપમાં પ્રવેશવાના ત્રણ દ્વાર છે. લંબચોરસ કદના રંગમંડપમાં અષ્ટાપદ, સિદ્ધાચલ, તથા સિદ્ધગિરિના કાષ્ઠ પર ચિત્રિત પટ છે. નવપદજીના પટમાં રંગીન નંગ, મોતી. તથા મીના કારીગરી છે. એક શિખરયુક્ત ગોખમાં પાંચ આરસપ્રતિમા તથા અન્ય એક ગોખમાં ત્રણ – એમ કુલ આઠ આરસપ્રતિમા છે.
- ત્રણ ગર્ભદ્વાર છે. ૧૫” ઊંચી મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથની પ્રતિમા રજતછત્રીમાં બિરાજે છે. તેના પર નકશીકામયુક્ત ત્રણ ઘુમ્મટ છે. મૂળનાયક ચમત્કારિક છે. પ્રતિમા પર “સં. ૧૬૬૪ વર્ષે ......... સુપાર્શ્વનાથ બિંબ કારિત—મુજબનો લેખ છે. ડાબા તથા જમણા ગભારે શાંતિનાથ છે. કુલ અઢાર આરસપ્રતિમા છે તથા ત્રેપન ધાતુપ્રતિમા પૈકી એક રજતપ્રતિમા છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં છાપરીઆ શેરીમાં સુપાર્શ્વનાથના ધાબાબંધી જિનાલયનો ઉલ્લેખ છે. કુલ પચીસ આરસપ્રતિમા તથા એકાવન ધાતુપ્રતિમા હોવાની નોંધ છે. તે સમયે સ્થિતિ સાધારણ દર્શાવેલ છે.
સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં સુરતનાં જિનાલયોની યાદીમાં સુપાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ ગોળશેરી વિસ્તારમાં થયો છે.
સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં છાપરીયા શેરીમાં સુપાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો વહીવટ દયાચંદ ચુનીલાલ હસ્તક હોવાની નોંધ છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલય સામરણવાળું દર્શાવેલું છે. કુલ છવ્વીસ આરસપ્રતિમા, છાસઠ ધાતુપ્રતિમા તથા એક રજત ચોવીસીપટની નોંધ છે. તે સમયે વહીવટ શેઠ મગનલાલ મોતીચંદ હસ્તક હતો અને જિનાલયની સ્થિતિ સારી હતી. ઉપરાંત સં. ૧૯૨૫ લગભગમાં જિનાલય બંધાયાની નોંધ મળે છે.
સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તાર યાદીમાં આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૯૨૫ આસપાસ થઈ હોવાની નોંધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org