________________
૧૬૬
સુરતનાં જિનાલયો આરસમૂર્તિઓ હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. વહીવટ છોટુભાઈ હીરાચંદ હસ્તક હતો. તથા સં. ૧૯૬૦માં ફૂલચંદ કલ્યાણચંદે જિનાલય બંધાવ્યું હોવાની નોંધ છે.
સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તાર યાદીમાં આ જિનાલય શહેર બહાર લગભગ દોઢ માઇલે આવેલું હોવાની નોંધ છે. પ્રતિષ્ઠા સં. ૧૯૬૦ વૈશાખ સુદ ૧૦ શેઠ ફૂલચંદ કલ્યાણચંદના ધર્મપત્ની બાઈ મોતીકોર તથા મંછુભાઈ તલકચંદે શ્રી સિદ્ધિસૂરિ મ. સા.ની (બાપજી મહારાજની) નિશ્રામાં કરાવી હોવાની નોંધ છે. સં૨૦૨૩માં વહીવટ શેઠ ગુલાબચંદ બાબુભાઈ ઝવેરી હસ્તક હતો.
આજે જિનાલયનો વહીવટ શ્રી ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટના ટ્રસ્ટી – શ્રી હેમેન્દ્રભાઈ રમણીકલાલ શાહ હસ્તક છે.
જિનાલયનો સમય સં. ૧૯૬૦નો છે.
લાલબંગલા, અઠવાલાઇન્સ ૮૨. વાસુપૂજ્ય સ્વામી (ઘરદેરાસર) (સં. ૨૦૫૬). અઠવાલાઈન્સ વિસ્તારમાં લાલબંગલા મોટા દેરાસર સામે, અંજનશલાકા ફૂલેટમાં ભોયતળિયે જગદીશભાઈ મણિભાઈ શાહ પરિવારનું શ્રી વાસુપૂજયસ્વામીનું ઘરદેરાસર આવેલું છે.
ર૧” ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજયસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા સં. ૨૦૫૬ માગશર સુદ ૫ સોમવારે તા. ૧૩-૧૨-૯૯ના દિને આ. શ્રી રત્નસુંદરસૂરીશ્વરજીની નિશ્રામાં થયેલ છે. કુલ એક આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા છે. માણિભદ્રવીર તથા ગૌતમસ્વામીની મૂર્તિ છે.
લાલબંગલા, અઠવાલાઈન્સ
૮૩. નમિનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૫૫) લાલબંગલા અઠવાલાઇન્સ વિસ્તારમાં નવકૃતિ સામે કંચનગીરી એપાર્ટમેન્ટમાં પમે માળ શ્રી મનુભાઈ બબલદાસ શાહ પરિવારનું શ્રી નમિનાથનું ઘરદેરાસર આવેલું છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૫૫ ફાગણ વદ ૯ને તા. ૧૧-૩-૯૯ના રોજ શ્રી જગવલ્લભવિજયજી મ. સા.ની નિશ્રામાં થયેલ છે. ૧૧” ઊંચી મૂળનાયક શ્રી નમિનાથની એક આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org