________________
૧૭૮
સુરતનાં જિનાલયો
લાલા ઠાકોરની પોળ, રાંદેર
૧૦૪. નેમનાથ (સં. ૧૬૮૯ પૂર્વે) લાલા ઠાકોરની પોળમાં, નાની ગલીમાં, છેક ખૂણામાં આરસનું બનેલું શ્રી નેમિનાથનું શિખરબંધી પ્રાચીન જિનાલય આવેલું છે.
સ્થાનિક માહિતી પ્રમાણે આશરે ૧૦૫ વર્ષ પૂર્વે જિનાલયનો જીર્ણોદ્ધાર થયેલ છે. ત્યારબાદ સં. ૨૦૧૩માં કારતક વદ અગિયારશના દિને આ. શ્રી વિજયપ્રબોધચંદ્રસૂરિની નિશ્રામાં શ્રી પ્રવીણભાઈ છોટાલાલ શાહ પરિવાર દ્વારા પુનઃ પ્રતિષ્ઠા થયેલ છે. જૂની વર્ષગાંઠ માગશર સુદ ત્રીજ છે.
તે સમય દરમ્યાન શ્રી આદિ-નેમનાથ જૈન દેરાસર પેઢી - રાંદેર દ્વારા પ્રગટ થયેલ ‘રાંદેરની જૈન અસ્મિતા' નામની પુસ્તિકામાં આ જિનાલય વિશે નીચે મુજબ નોંધ મળે છે :
આ દહેરાસરનું બાંધકામ લાકડા ઉપર કરેલું હતું. નકશી પણ ભાતભાતની હતી. પણ પાણી ગળતાં ઘણાં સમયથી શ્રી રાંદેર જૈન સંઘની ભાવના આ દહેરાસરનો જીર્ણોદ્ધાર કરવાની હતી. આ જીર્ણોદ્ધારનું કાર્ય તપસ્વીરત્ન આ. શ્રી વિજયકુમુદચંદ્રસૂરીશ્વર મ. સા.ના શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રી વિજયચંદ્રોદયસૂરિ, પ. પૂ. આ. શ્રી અશોકચંદ્રસૂરિ, આ. શ્રી વિજયપ્રબોધચંદ્રસૂરિની પ્રેરણા અને આશીર્વાદથી નિર્વિને પૂર્ણ થયું છે.
શ્રી નેમિનાથની ૨૭”ની ભવ્યમૂર્તિની બાજુમાં શ્રી સંભવનાથ અને શ્રી શીતલનાથની મૂર્તિઓ અનોખી આભા ઊભી કરે છે. બાજુમાં શ્રી મહાવીરસ્વામીની ૨૭”ની ભવ્યમૂર્તિ આજુબાજુનાં શ્રી ચંદ્રપ્રભુ અને શ્રી ઋષભદેવની સાથે અનોખી ભાત પાડે છે. મૂળનાયકની ડાબી બાજુ શ્રી શીતલનાથની ૨૧”ની ફણાવાળી શ્રી પાર્શ્વનાથની ભવ્યમૂર્તિના દર્શન કરવાથી મન ભાવવિભોર બની જાય છે. શ્રી મલ્લિનાથના ગભારામાં શ્રી વિમલનાથ અને શ્રી શીતલનાથ સાથે દર્શન આપે છે. શ્રી ચંદ્રપ્રભુના ગભારામાં અજિતનાથ અને સુપાર્શ્વનાથ સાથે દર્શન આપે છે. જ્યારે શ્રી આદેશ્વર, શ્રી વિમલનાથ અને શ્રી મુનિસુવ્રતસ્વામી સાથે શોભાયમાન છે. ઉપરની તમામ મૂર્તિઓ પ્રાચીન છે. જ્યારે હાલમાં ૧૫ વર્ષ ઉપર પ્રતિષ્ઠિત થયેલી શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા શ્રી શાંતિનાથ અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સાથે દર્શન આપે છે...'
અંબિકાયક્ષિણી, ગોમેઘયક્ષ, ગૌતમસ્વામી તથા સુધર્માસ્વામીની આરસ-મૂર્તિઓના ગોખ છે. કુલ તેવીસ આરસપ્રતિમા છે તથા અઠ્ઠાવીસ ધાતુપ્રતિમા પૈકી ચાર રજતપ્રતિમા છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૬૮માં ઉપા. વિનયવિજયકૃત સુરત ચૈત્યપરિપાટીમાં રાનેરમાં શ્રી નેમિનાથના આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે : આવો એ આવો એ રાનેર જાઇએ,
પૂજઈ પૂજીઈ રાજુલકંત કે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org