________________
૧૬૮
સુરતનાં જિનાલયો જિનાલય નાનું અને સુંદર છે. રંગમંડપ નાનો છે. દીવાલે ટાઇલ્સ છે. ગભારાને ફરતે પ્રદક્ષિણા થઈ શકે તેવી જગ્યા છે. માણિભદ્રવીર તથા પદ્માવતીદેવીની આરસમૂર્તિના ગોખ છે.
એક ગર્ભદ્વાર છે. ૨૭” ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા પર સં. ૨૦૫૧ના ફાગણ સુદ રના રોજ અશોકસાગરસૂરિ દ્વારા પ્રતિષ્ઠા કરાવ્યાનો લેખ છે. મૂળનાયકની પાછળની દીવાલે ભામંડલ(પરિકર)ની સુંદર રચના છે. કુલ પાંચ આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા છે. મૂળનાયકની ડાબી બાજુ પાર્શ્વનાથની પ્રતિમા પર સં. ૨૦૫૧નો લેખ છે. જમણી બાજુ ૩૧” શાંતિનાથની પ્રતિમા છે જે વિઠોડા ગામના સંઘે અત્રે બિરાજમાન કરાવેલ છે. પ્રતિમા સંપ્રતિ મહારાજના સમયની હોવાની જાણવા મળ્યું છે જો કે પ્રતિમા પર કોઈ લેખ નથી.
જિનાલયનો વહીવટ શ્રી અમીઝરા જૈન રીલીજીયસ ટ્રસ્ટ – શ્રી નવીનભાઈ મફતલાલ માસ્તર તથા શ્રી હરગોવિંદભાઈ રાયજીભાઈ મહેતા હસ્તક છે.
આ જિનાલયની પ્રતિષ્ઠા સં૨૦૫૧ના ફાગણ સુદ ૨ તા. ૩-૩-૧૯૯૫ના દિને શ્રી અશોકસાગરસૂરિની નિશ્રામાં કરવામાં આવી છે. પ્રતિષ્ઠાનો લાભ શ્રી નવીનભાઈ એમ. માસ્તરે પરિવારે લીધો હતો.
અમીઝરા એપાર્ટમેન્ટ, અઠવાલાઈન્સ
૮૭. સંભવનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૫૬) અઠવાલાઈન્સ રોડ પર ટેનીસ ક્લબની બાજુમાં અમીઝરા એપાર્ટમેન્ટમાં બીજે માળ, ૨૦૪ નંદના ફલેટમાં શ્રી વિનોદભાઈ શાહ પરિવારનું શ્રી સંભવનાથનું ઘરદેરાસર આવેલું છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૧૬માં માગશર સુદ ૩ને દિને આ શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં થયેલ છે. ૯” ઊંચી મૂળનાયક શ્રી સંભવનાથની એક ધાતુપ્રતિમા છે.
સમકિત બંગલોઝ, અઠવાલાઈન્સ
૮૮. શીતલનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૪૪) અઠવાલાઇન્સ વિસ્તારમાં અશ્વિન મહેતા પાર્ક સામે આવેલ સમકિત બંગલોઝમાં શ્રી ધનસુખભાઈ બી. શાહ પરિવારનું શ્રી શીતલનાથનું ઘરદેરાસર આવેલું છે. તે ઉપરના માળે એક રૂમમાં છે.
મૂળનાયક શ્રી શીતલનાથની ૯” ઊંચી પંચધાતુપ્રતિમાની અંજનશલાકા સં. ૨૦૪૪માં શ્રી રામચંદ્રસૂરિ મ. સા.ના હસ્તે કરવામાં આવેલી છે. ઉપરાંત અઢાર અભિષેક કરેલ શ્રી જીરાવલા પાર્શ્વનાથની શ્યામ આરસપ્રતિમા મૂળનાયકની જમણી બાજુ બિરાજે છે. મૂળનાયક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org