________________
૧૬૧
સુરતનાં જિનાલયો
ચંદનબાળા એપાર્ટમેન્ટ, કતારગામ
૭૭. વાસુપૂજ્ય સ્વામી (ઘરદેરાસર) (સં. ૨૦૫૫) કતારગામમાં લુહાર ફળિયામાં ચંદનબાળા એપાર્ટમેન્ટમાં ૩૦૪ના મકાનમાં શ્રી મુકેશભાઈ નગીનદાસ મણિયાર પરિવારનું શ્રી વાસુપૂજયસ્વામીનું ઘરદેરાસર આવેલું છે.
૯" ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની ધાતુપ્રતિમાની અંજનશલાકા આ. શ્રી કલાપૂર્ણસૂરિજી મ. સા.ની નિશ્રામાં થયેલ છે. પ્રતિષ્ઠા સં૨૦૧૫માં વૈશાખ સુદ ૧૪ના દિને આ. શ્રી યશોવર્મસૂરિજી મ. સા.ની નિશ્રામાં થયેલી છે. મૂળનાયકની માત્ર એક ધાતુપ્રતિમા છે.
અઠવાગેટ
- ૭૮. શાંતિનાથ (સં. ૨૦૨૮) અઠવાગેટ રોડ ઉપર શ્રી દલીચંદ વીરચંદ શ્રોફનું શ્રી શાંતિનાથનું સામરણયુક્ત ઘરદેરાસર આવેલું છે. ઘરદેરાસરની બાંધણી જિનાલય જેવી જ છે. અષ્ટકોણ આકારે આ ઘરદેરાસર બંધાયેલું છે.
પ્રતિષ્ઠા સં૨૦૨૮ના વૈશાખ વદ પાંચમે શ્રી દેવેન્દ્રસાગરજીની નિશ્રામાં કરવામાં આવી છે અને પ્રતિષ્ઠાનો લાભ રૂક્ષ્મણીબહેન દલીચંદ વીરચંદ શ્રોફે લીધો છે. વહીવટદાર શ્રી મહેશભાઈ અમીચંદ શ્રોફના જણાવ્યા અનુસાર આ ઘરદેરાસર છે. ટ્રસ્ટ બનાવેલ છે.
જિનાલયની ફરતે ગોખમાં મંગલમૂર્તિઓ છે. પ્રવેશચોકીના બહારના ભાગને પતરાથી ઢાંકી ગૂઢમંડપ જેવી રચના કરવામાં આવી છે. જિનાલયના રંગમંડપમાં પ્રવેશવા માટે ત્રણ દિશામાં કાષ્ઠના ત્રણ પ્રવેશદ્વાર છે. રંગમંડપ મધ્યમ કદનો છે. શત્રુંજય, રાણકપુર, પાવાપુરી, અષ્ટાપદ, આબુ તથા ગિરનાર – વિવિધ પટો છે. અહીં બે આરસપ્રતિમા છે.
એક ગર્ભદ્વાર છે. ૨૧” ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથની અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત પ્રતિમા નયનરમ્ય છે. તેના પર સં. ૨૦૧૮નો લેખ છે. રંગમંડપની બે આરસપ્રતિમા ઉપરાંત ગભારામાં ત્રણ આરસપ્રતિમા – એમ કુલ પાંચ આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા છે.
ગજ્જરવાડી, અઠવાગેટ ૭૯. શંખેશ્વર પાર્શ્વનાથ - મહાવીર સ્વામી (સં. ૨૦૫૫) અઠવાગેટ ગજ્જરવાડીના એક ઉપાશ્રયમાં એક નાની રૂમમાં શ્રી મહાવીરસ્વામીની પીળા રંગની આરસપ્રતિમા પરોણાગત બિરાજે છે. મુલાકાત સમયે જિનાલય નિર્માણનું કાર્ય ચાલુ હતું.
૨૭” ઊંચી મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની રાતા-પીળા આરસની પ્રતિમા વિશિષ્ટ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org