________________
૧૬૨
સુરતનાં જિનાલયો
કુલ દસ આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા છે. સં. ૨૦૪૩ના માઘ સુદ ૩ના દિને હંસાબહેને શ્રેષ્ઠી હરકીશનદાસના પુત્ર ચંપકલાલના આત્મશ્રેયાર્થે શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરિ દ્વારા અંજનશલાકા માટે ક્ષત્રિયકુંડ તીર્થમાં બિરાજમાન કરાવ્યાનો લેખ મૂળનાયક પ્રતિમા પર છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૫૫ના વૈશાખ સુદ ૭ના રોજ આ શ્રી યશોવર્મસૂરિજીની નિશ્રામાં થઈ છે. શિખરબંધી જિનાલયમાં ભોંયતળિયે શંખેશ્વર પાર્શ્વનાથ તથા પહેલે માળ મહાવીરસ્વામી બિરાજે છે.
દિવાળીબાગ સોસાયટી, અઠવાગેટ ૮૦, આદેશ્વર
અઠવાગેટ, દિવાળીબાગ સોસાયટીના ઉપાશ્રયમાં શ્રી આદેશ્વરની પ્રતિમા પરોણાગત છે. ઉપરના માળે ઉપાશ્રય છે અને નીચે આયંબિલ શાળા છે. નાની રૂમમાં આરસની નાની પાળી પર મૂળનાયક શ્રી આદેશ્વરની ૯” ઊંચી આરસપ્રતિમા બિરાજે છે. તેના પર વી૨ સં ૨૪૮૦નો લેખ છે. કુલ એક આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા છે. બાજુમાં એક રૂમમાં માણિભદ્રવીર છે. વહીવટ શ્રી શ્વે. મૂ. પૂર્વ જૈન સંઘ, નાનપુરાના ટ્રસ્ટીઓ – શ્રી માણેકચંદ નાનાચંદ શાહ, શ્રી સુરેન્દ્રભાઈ નેમચંદ શાહ તથા શ્રી કીર્તિલાલ છગનલાલ શેઠ હસ્તક છે.
સ્થાનિક માહિતી પ્રમાણે આશરે ૭-૮ વર્ષ પહેલાં નવાપુરાના જિનાલયમાંથી આ પ્રતિમા અત્રે લાવી પરોણાગત રાખવામાં આવ્યા છે જેની વિધિસર પ્રતિષ્ઠા કરવામાં આવી નથી.
લાલબંગલા, અઠવાલાઇન્સ ૮૧. આદેશ્વર (સં. ૧૯૬૦)
અઠવાલાઇન્સ વિસ્તારમાં લાલબંગલાના વિશાળ સંકુલમાં આરસનું બનેલું શ્રી આદેશ્વરનું શિખરબંધી જિનાલય આવેલું છે.
જિનાલયને ફરતે મોટો કોટ છે. બગીચા વચ્ચે શેઠ શ્રી ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરીનું સ્ટેચ્યુ છત્રીમાં મૂકવામાં આવ્યું છે. પાસે ઉપાશ્રય અને આયંબિલશાળા છે.
જિનાલયના પ્રવેશદ્વારની આજુબાજુ વાઘનાં શિલ્પો છે. શૃંગારચોકીમાં સ્થંભો પર કોતરણીયુક્ત કમાનો તથા વાજિંત્રો વગાડતાં નારીશિલ્પો છે. પગથિયાં પાસે દીવાલે જિનાલયની પ્રતિષ્ઠા અંગેનો એક લેખ છે. પ્રવેશદ્વાર પાસેના સ્થંભો પર દ્વારપાલનાં બે શિલ્પો છે તેમના પર પણ ‘પ્રતિષ્ઠા ૧૯૬૦ વઇસાક સુદ ૧૦' એ મુજબનું લખાણ છે. દ્વારની ઉપરની દીવાલે લક્ષ્મીદેવી અને આજુબાજુ હાથીનાં શિલ્પો કંડારેલા છે.
રંગમંડપ મોટો છે. સ્થંભો પર આરસનું રંગીન છીપકામ તથા કપચીકામ (અકીકનું કામ)
Jain Education International
-
For Personal & Private Use Only
www.jainelibrary.org