________________
૧૫૩
સુરતનાં જિનાલયો
પ્રવેશતાં ગૂઢમંડપની દીવાલો પર સિદ્ધાચલ, સમેતશિખર, સિદ્ધચક્ર તથા મહાવીર પ્રભુના કલ્યાણક, ઉપસર્ગ જેવા પટ-પ્રસંગો નજરે પડે છે. રંગમંડપમાં પ્રવેશવા ત્રણ વાર છે. રંગમંડપ નાનો છે. ઘુમ્મટમાં રાસ રમતી નારીઓનું ચિત્રકામ થયેલું છે. બન્ને બાજુ ગોખમાં યક્ષયક્ષિણીની આરસમૂર્તિ બિરાજે છે.
ગર્ભદ્વાર એક છે. ૧૯” ઊંચી શ્રી ચંદ્રપ્રભુસ્વામીની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. પ્રતિમાલેખ નથી. જમણી બાજુ શ્રી નેમનાથ અને ડાબી બાજુ શ્રી ધર્મનાથની પ્રતિમા છે. કુલ ત્રણ આરસપ્રતિમા અને દસ ધાતુપ્રતિમા છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ગોળશેરીમાં શ્રી ચંદ્રપ્રભુના જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયેલો છે. બંધાવનાર તરીકે બાઈ નેમકુંવર દર્શાવેલ છે. કુલ ચાર આરસપ્રતિમા તથા એક ધાતુપ્રતિમાનો ઉલ્લેખ છે. જિનાલયની સ્થિતિ સારી હોવાની નોંધ છે.
સં. ૧૯૬૮માં તીર્થગાઈડ(ભાગ-૧)માં ગોલશેરી વિસ્તારમાં શ્રી સુપાર્શ્વનાથ તથા શ્રી આદેશ્વર – એમ બે જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે જે આજે છાપરીયા શેરીમાં છે. આજે ગોળશેરીમાં વિદ્યમાન શ્રી ચંદ્રપ્રભુ તથા શ્રી ગોડી પાર્શ્વનાથ – આ બન્ને જિનાલયોનો ઉલ્લેખ સં. ૧૯૬૮માં નવાપરા કુંભારવાડા વિસ્તારમાં થયેલો છે.
સં૧૯૮૪માં સુરતની જેન ડિરેક્ટરીમાં ગોળશેરીમાં આવેલ શ્રી ચંદ્રપ્રભુના આ જિનાલયના બંધાવનારના નામમાં બાઈ નેમીકુંવર દર્શાવેલ છે.
સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો વહીવટ શેઠ ચુનીલાલ બાલુભાઈ હસ્તક હોવાની તથા સ્થિતિ સારી હોવાની નોંધ છે. ઉપરાંત જિનાલય પરનો લેખ દર્શાવેલ છે જે નીચે મુજબ છે :
સં. ૧૯૪૬ના શ્રાશુદી ને બુધવાર. આ દેરાસર શાઇ રૂપચંદ રાયચંદની છોકરી બાઈ નેમીકુંવરે બંધાવ્યું છે. આ દેરાસર ગોળશેરીના સંઘને સ્વાધીન કર્યું છે.”
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં તથા સં૨૦૨૩માં પણ ઉપર્યુક્ત પ્રતિષ્ઠા સંવત દર્શાવેલ છે. બંધાવનારના નામમાં શેઠ સરૂપચંદ રાયચંદની પુત્રી બાઈ નેમકોરનો ઉલ્લેખ છે. સં. ૨૦૧૦માં આ શિખરબંધી જિનાલયમાં કુલ ત્રણ આરસપ્રતિમા, ચાર ધાતુપ્રતિમા તથા એક રજત ચોવીસીપટ હોવાનો ઉલ્લેખ છે. વહીવટ ઘેલાભાઈ રાયચંદ હસ્તક હતો અને સ્થિતિ સારી હતી. જ્યારે સં૨૦૨૩માં શેઠ ચીમનલાલ સવાઈચંદ હસ્તક વહીવટ હોવાની નોંધ છે.
- આજે આ જિનાલયનો વહીવટ શ્રી ગોળશેરી જૈન સંઘના ટ્રસ્ટીઓ – શ્રી અમૃતલાલ ઠાકોરદાસ શાહ, શ્રી ચંપકલાલ અમરચંદ શાહ, શ્રી પ્રસન્નચંદ્ર ઇન્દ્રજીત શ્રોફ તથા શ્રી રોહિતકુમાર નરેશચંદ્ર શાહ હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલયનો સમય સં૧૯૪૬નો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org