________________
૧૫૮
સુરતનાં જિનાલયો
ધ્યાત્વેતિ સુરતે તે ભા જમ્ સત્કૃતાકવસંઘેન જીર્ણોદ્ધાર વિધાતા ધન્ય તમજે ત્યાગને સ્પષ્ટમ્ તબ્બોધી તઋસંઘઃ સદાસ્ત કાર્ય માદતત્યેક સદ્ગણે ભવ્ય નામ યોગે ધર્મ વિડંબક ભુતેષુનંદ ભૂમિત ૧૯૫૫ વર્ષે શ્રી વિક્રમાક સમયેગતે વૈશાકે શીત પક્ષે ત્રયોદશી ભોમ વાસતા તસ્યા સંડુ વકેસ્મિનું પ્રતિમા શ્રી નાભિનંદાનાદિનાં શ્રી શ્રી શ્રી મનમોહન મુનિભિજયન્ત સંસ્થાપિતા સતતમ્ ૯ રમ્યમિદચૈત્યયુગ પાર્શ્વશાખાચ મજુણ હે શાજીયા શ્ચિચ ભાવ્યા શર્મવી ભજામનેનાગુ
૧૦ - સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી જિનાલય તરીકે થયેલો છે. કુલ પિસ્તાળીસ આરસપ્રતિમા, સત્તર ધાતુપ્રતિમા, એક રજત ચોવીસી પટ તથા ગૃહસ્થની આરસમૂર્તિ હોવાની નોંધ છે. વહીવટ દલીચંદ વીરચંદ શ્રોફ હસ્તક હતો અને જિનાલયની સ્થિતિ સારી હતી. મૂળનાયક પ્રતિમા પર સં૧૮૩૬નો લેખ હોવાનો તથા સં. ૧૭૦૦ લગભગમાં જિનાલય બંધાયું હોવાની નોંધ છે.
સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તર યાદીમાં સુરતથી બે માઈલ દૂર કતારગામમાં આદેશ્વરનાં બે જિનાલયો હોવાની નોંધ છે. તે પૈકી આદેશ્વરના આ જિનાલયની સામે શ્રી પુંડરીકસ્વામીનું જિનાલય હોવાની નોંધ છે. જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૯૫૫માં વૈશાખ સુદ ૧૩ના રોજ થઈ હોવાનો ઉલ્લેખ છે. વહીવટ શેઠ દલીચંદ વીરચંદ હસ્તક હતો.
આજે જિનાલયનો વહીવટ શ્રી આદિનાથ ભગવાન મોટા દેરાસરજી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી કીર્તિભાઈ શ્રોફ, શ્રી મહેશભાઈ શ્રોફ તથા શ્રી જયંતિભાઈ માસ્તર હસ્તક છે.
સં. ૧૯૧૯માં કતારગામમાં આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ મળે છે. તે સંદર્ભમાં જિનાલય સં. ૧૯૧૯ પૂર્વેના સમયનું સ્પષ્ટપણે માની શકાય છે. સં૧૯૫૫માં આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો છે અને પુનઃ પ્રતિષ્ઠા સં૧૯૫૫માં વૈશાખ સુદ ૧૩ને દિવસે થયેલી છે. સં. ૨૦૧૦માં જણાવ્યા મુજબ મૂળનાયક પ્રતિમા પર સં૧૮૩૬નો લેખ છે.
કતારગામ ૭૪. આદેશ્વર (લાડવા શ્રીમાળીનું) (સં. ૧૯૬૦) કતારગામ બસ સ્ટેન્ડ પાસે મેઇન રોડ પર આરસ તથા સાદા પથ્થરનું બનેલું શ્રી આદેશ્વરનું શિખરબંધી જિનાલય આવેલું છે. જિનાલય લાડવા શ્રીમાળીના જિનાલય તરીકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org