________________
સુરતનાં જિનાલયો
કારતક વદ ૪ના રોજ શાંતિનાથની તથા માગશર સુદ ૫ના રોજ નમિનાથની વર્ષગાંઠ ઊજવવામાં આવે છે.
ઐતિહાસિક સંદર્ભ
સં. ૧૭૫૫માં જ્ઞાનવિમલસૂરિષ્કૃત તીર્થમાળામાં નમિનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
ધુર થકી સહિરમાં વંદિયા પાસ ચિંતામણિ વારૂ, ધર્મજિનેસ૨ નમિજિન કુંજિનેસર તારૂ.
સં. ૧૭૯૩માં લાધાશાહષ્કૃત સુરત ચૈત્યપરિપાટીમાં નાણાવટ-સાપુરનાં જિનાલયોની સંખ્યા દર્શાવ્યા બાદ આ જિનાલયનો ઉલ્લેખ મળે છે જે નીચે મુજબની પંક્તિઓમાં છેઃ
નેમીસર જિન દેહરે પારેખ પ્રેમજીને પાસે રે, ઉપ૨ે શાંતિ સોહામણા પ્રણમુ અધીક ઉલાસે રે. અધ ઉ૨ધ સર્વે થઇ આરસમેં બિંબ પંચો રે; ચુમોતેર પ્રભુ ધાતુમેં તેહમાં નહી ષલપંચો રે.
અહીં નમિનાથને બદલે નેમિનાથનો ઉલ્લેખ છે.
૪
૧૪૧
શ્રી ૧૪
Jain Education International
શ્રી ૧૫
ત્યારબાદ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં પણ પંડોલની પોળમાં નેમિનાથના જિનાલય તરીકે આ જિનાલયનો ઉલ્લેખ છે. જિનાલય ધાબાબંધી હતું. કુલ બાર આરસપ્રતિમા તથા બોતેર ધાતુપ્રતિમા હતી અને જિનાલયની સ્થિતિ સાધારણ હતી.
સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં પાનડોલી પોળમાં મિનાથના જિનાલયનો ઉલ્લેખ છે.
સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં ફરીવાર પંડોળની પોળમાં આ જિનાલયનો નેમિનાથના જિનાલય તરીકે ઉલ્લેખ છે.
For Personal & Private Use Only
સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં પણ વડાચૌટા, પંડોલની પોળમાં નેમિનાથ તરીકે આ જિનાલયના મૂળનાયકનો ઉલ્લેખ છે. ઉપરના માળ પર મૂળનાયક શ્રી શાંતિનાથ હોવાની, સુંદર ચિત્રકામ અને કાષ્ઠનું પબાસન હોવાની નોંધ ઉપરાંત વહીવટ શેઠ સુરચંદ પરસોત્તમદાસ બદામી તથા શેઠ ફકીરચંદ નાનાભાઈ હસ્તક હોવાની નોંધ છે. તે સમયે જિનાલયની સ્થિતિ સારી હતી.
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં નમિનાથના જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. કુલ સોળ આરસપ્રતિમા, સિત્તેર ધાતુપ્રતિમા તથા ચાર રજત ચોવીસીપટ હતા. વહીવટ અમરચંદ રાયચંદ હસ્તક હતો અને જિનાલયની સ્થિતિ સારી હતી. ઉપરાંત સં ૧૮૦૦ લગભગમાં જિનાલય બંધાયાનો ઉલ્લેખ છે.
www.jainelibrary.org