________________
૧૪૨
સુરતનાં જિનાલયો
સં. ૨૦૨૩માં પણ ઉપર્યુક્ત નોંધ છે.
સં. ૨૦૧૯માં જીર્ણોદ્ધાર થયો છે. જીર્ણોદ્ધાર બાદ પુનઃ પ્રતિષ્ઠા તપસ્વીરત્ન આ. શ્રી વિજયકુમુદચંદ્રસૂરિની નિશ્રામાં થઈ છે.
આજે જિનાલયમાં કુલ એકવીસ આરસપ્રતિમા તથા ચોસઠ ધાતુપ્રતિમા છે. વહીવટ શ્રી મહેન્દ્રભાઈ હેમચંદ મશરૂવાલા, દિનેશચંદ્ર કાંતિલાલ તોલાટ તથા શ્રી રસિકલાલ ફૂલચંદ શાહ હસ્તક છે.
જિનાલયનો સમય સં. ૧૭૫૫ પૂર્વેનો છે. મૂળનાયક શ્રી નમિનાથની આરસપ્રતિમાના પબાસનમાં લાંછન પતરાનું છે જેના પર કમળ અંકિત કરેલું છે.
ભાઈશાજીની પોળ, વડાચૌટા ૬૩. આદેશ્વર (ઘરદેરાસર) (સં. ૧૯૦૦ આસપાસ) વડાચૌટામાં ભાઈશાજીની પોળમાં ઘર નં. ૧૧/૧૦૯૦માં શ્રી અમરચંદ કરમચંદ પરિવારનું શ્રી આદેશ્વરનું કલાત્મક કાષ્ટકોતરણીવાળું ઘરદેરાસર આવેલું છે.
અહીં કાષ્ઠની અદ્ભુત કારીગરીમાં દસ દિપાલ, અષ્ટમંગલ તથા હાથીઓની કૃતિ કંડારેલી છે. વચ્ચે તોરણ અને શિલ્પાકૃતિઓની કોતરણી દાદ માંગી લે તેવી છે. અહીં પ” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની ધાતુપ્રતિમા બિરાજે છે. તેના પર લેખ છે જે નીચે મુજબ છે :
સંવત ૧૮૧૭ મહા સુદ ૨ શ્રી અચલગચ્છ શ્રીમાળી જ્ઞાતિય સા ભુષણ શ્રી આદિનાથ બિંબ કારાપિત પ્રતિષ્ઠિત શ્રી ઉદયસાગરસૂરિભિઃ કુલ બાર ધાતુપ્રતિમા તથા આરસનાં પગલાંની એક જોડ છે.
ઐતિહાસિક સંદર્ભ આ ઘરદેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં સુરતનાં ઘરદેરાસરોની યાદીમાં સૌ પ્રથમવાર મળે છે. તે સમયે ઓવારીકાંઠે દર્શાવેલું આ ઘરદેરાસર શેઠ અમરચંદ કરમચંદ પરિવારનું હોવાની નોંધ છે અને મૂળનાયક આદેશ્વર હતા.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં વડાચૌટા ઓવારીકાંઠા વિસ્તારમાં દર્શાવેલ આ ઘરદેરાસરમાં કુલ બાર ધાતુપ્રતિમા હોવાની નોંધ છે જે આજે પણ યથાવત છે. ઘરદેરાસર બંધાવનાર તરીકે કરમચંદ કપુરચંદ અને બંધાયા સંવત ૧૯૦૦ લગભગ દર્શાવેલ છે. વહીવટ બાબુભાઈ અમરચંદ હસ્તક હોવાની તથા સ્થિતિ સારી હોવાની નોંધ છે.
સં. ૨૦૫૪માં સુરત તીર્થ વંદુ કર જોડમાં આ ઘરદેરાસર શ્રી ભુખણદાસ જગજીવનદાસે બંધાવ્યાની નોંધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org