________________
૧૩૬
સુરતનાં જિનાલયો
સં. ૧૯૪૦ લગભગમાં બંધાયું હોવાની નોંધ છે. મૂળનાયક પ્રતિમા પર સં૧૬૩૩નો લેખ હોવાનો ઉલ્લેખ છે.
જિનાલયનો વહીવટ વડાચૌટા જૈન સંઘના ટ્રસ્ટીઓ – શ્રી કુસુમચંદ ફકીરચંદ કચરા, શ્રી કુંજેશ્વરભાઈ અમરચંદ કચરા તથા શ્રી દિવ્યેશભાઈ સોમચંદ કચરા હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલયનો સમય સં. ૧૯૩૮નો છે. આરસના સમવસરણની પ્રતિષ્ઠા સં. ૧૯૬૧માં થઈ છે.
- ર૩
નગરશેઠની પોળ, વડાચૌટા
૬૦. ગોડી પાર્શ્વનાથ (સં. ૧૮૮૨) વડાચૌટા નગરશેઠની પોળમાં પ્રવેશતાં ડાબી બાજુ હવેલી જેવું આરસનું શ્રી ગોડી પાર્શ્વનાથનું ધાબાબંધી જિનાલય આવેલું છે.
શેઠ ડાહ્યાભાઈ લાલભાઈ નવલખાએ સં. ૧૮૬૨માં સંઘપતિ થઈ સુરતથી મારવાડ ગોડી પાર્શ્વનાથનો છરી પાળતો સંઘ કાઢયો હતો જેનો ઉલ્લેખ શાંતિદાસ શેઠ રાસમાં નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે :
ડાયાભાઈ સુરત તણા, સંઘ સહીત ભેટયા ગોડી રાય હો.
સંવત અઢાર બાસઠે રે લાલ ડાયાભાઈ સૂજાણ : , સુરતથી સંઘ લઈને રે લાલ સુ. સં. ૧૯૭૯માં પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ અથવા પાર્શ્વનાથના ચમત્કારો (લે. મણિલાલ ન્યાલચંદ શાહ) ગ્રંથ પ્રકટ થયો હતો. તે ગ્રંથના પૃ. ૬૪ ઉપર આ જિનાલય વિશેની એક દંતકથા આપવામાં આવી હતી.
સુરતમાં નગરશેઠનું જે દેરાસર કહેવાય છે તે પ્રતિમા કે જે મોરવાડામાં ગોડી પાર્શ્વનાથની પ્રતિમા સં. ૧૮૬૨માં પ્રગટ થયાં હતાં ત્યાં શેઠે યાત્રા કરવા સારુ સંઘ કાઢ્યો. ભાવીની મરજીથી શેઠાણીને તે વખતે સુવાવડ હતી અને શેઠે ચોકસ મુહૂર્તે તો સંઘ કાઢ્યો. જેથી શેઠાણીને હૈયામાં બહુ વલોપાત થયો. “પૂર્વના પાપ કર્મના ઉદયથી મને સુવાવડ આવી અને ભગવંતના દર્શનમાં મને અંતરાય થયો” એમ બહુ જ પશ્ચાત્તાપ કરતાં અધિષ્ઠાયકના પ્રભાવથી ત્યાં પ્રતિમાજી પ્રગટ થયાં અને શેઠાણીને દર્શન થયાં. શેઠાણીએ દર્શન કરી ભક્તિના ઉલ્લાસથી પોતાનો મૂલ્યવંત હાર ભગવંતને કંઠે પહેરાવ્યો. તે હાર સાથે જ પાછાં પ્રતિમાજી પોતાના મૂળ સ્થાનકે મોરવાડામાં પ્રગટ થયાં. ત્યાં સંઘવી ડાહ્યાભાઈ સંઘ લઈને મોરવાડે આવ્યા અને ભગવંતનાં દર્શન કર્યા. તે વખતે તેમણે પોતાનો હાર ઓળખ્યો અને વિચાર્યું કે “આ હાર મારો જણાય છે કે પ્રભુને કોણે પહેરાવ્યો હશે!” પછી અનુક્રમે ઘેર આવી તજવીજ કરી તો તેમને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org