________________
૧૩૪
જિનવદન સુંદર સુર પુરંદર દેખિ મનિ આણંદ એ, જિમ કમલ વિકસŪ દેખિ દિનકર કુમુદ જિમ નવચંદ એ. ૧૦
ઉપરાંત સં. ૧૭૯૩માં લાધાશાહ કૃત સુરત ચૈત્યપરિપાટીમાં વડાચૌટામાં વાઘજી ચીલંદાની પોળમાં અજિતનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે : તિહાંથી વડાચૌટા ભણી જઈ જિનબિંબને વંદો રે;
વાઘજી ચીલંદાની પોલમેં ભેટયા અજિત જિણંદો રે. શ્રી ८
સુરતનાં જિનાલયો
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ હનુમાનની પોળમાં ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. કુલ તેર આરસપ્રતિમા તથા એકસો આઠ ધાતુપ્રતિમા હતી. સ્થિતિ સાધારણ હતી.
સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં તથા સં ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ મળે છે.
સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો વહીવટ શા. જેચંદ કચરા, શા હીરાલાલ વમળચંદ તથા શા ખીમચંદ નગીનદાસ હસ્તક હોવાની નોંધ છે.
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયને ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવ્યું છે. કુલ તેર આરસપ્રતિમા, એકસો સાત ધાતુપ્રતિમા તથા ચોવીસી રજતપટ હોવાની નોંધ છે. વહીવટ શેઠ છોટાલાલ લલ્લુભાઈ હસ્તક હતો અને જિનાલયની સ્થિતિ સારી હતી. મૂળનાયક પ્રતિમા પર સં. ૧૮૯૩નો લેખ હોવાનો તથા જિનાલય બંધાયા સંવત ૧૮૯૩ લગભગનો ઉલ્લેખ છે.
સં ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની યાદીમાં આ જિનાલયની પ્રતિષ્ઠા સં ૧૮૫૬ના વૈશાખ સુદ ૬ને બુધવારે શ્રી આનંદકુશલગણિની નિશ્રામાં થઈ હોવાની નોંધ છે. વહીવટ ઉપર્યુક્ત વ્યક્તિ હસ્તક જ હતો.
ટૂંકમાં આ જિનાલય સં ૧૮૨૮ પૂર્વેના સમયનું હોવાનું સ્પષ્ટપણે માની શકાય. જિનાલયનો સમય સં. ૧૬૮૯ પૂર્વેનો નક્કી કરવા માટે વધુ સંશોધન તથા વધુ પુરાવાઓની જરૂર છે.
Jain Education International
કચરાની પોળ, નાણાવટ
૫૯. મહાવીરસ્વામી (સં. ૧૯૩૮)
કચરાની પોળ, નાણાવટમાં શ્રી તલકચંદ મોતીચંદ કચરાવાળાએ બંધાવેલ શ્રી મહાવી૨સ્વામીનું આરસ તથા સાદા પથ્થરનું બનેલું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. સમવસરણની રચના હોવાથી સમવસરણના જિનાલયથી પણ પ્રચલિત છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org