________________
સુરતનાં જિનાલયો
આનંદકુશલગણિની નિશ્રામાં થઈ હોવાની નોંધ છે. ઉપરાંત સં ૨૦૫૪માં પ્રકટ થયેલ સુરત તીર્થ વંદુ કર જોડ ગ્રંથમાં આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ છે ઃ
વર્ષો પૂર્વે લાગેલી ભીષણ આગ સમયે મૂળનાયક શ્રી અજિતનાત ભગવાનની પ્રતિમા ખંડિત થઈ હતી ત્યારબાદ શ્રી અનંતવીર્ય સ્વામી, પાલીતાણા મોતીશા શેઠની ટૂંકમાંથી લાવી અત્રે પ્રતિષ્ઠિત કરાયા હતા.
આગ ઈ. સ. ૧૮૩૭માં લાગી હતી એટલે કે સં ૧૮૯૩ આસપાસ લાગી હતી. સં. ૧૮૨૮માં જિનલાભસૂરિએ રચેલા શીતલ જિનચૈત્ય વર્ણનમાં પણ અજિતનાથના આ જિનાલયનો ઉલ્લેખ મળે છે જે નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે :
સૂતિ બંદિરમેં ભલા ખરતરગચ્છના ચૈત્ય, નાન્હાવટ હનુમંતપોલમેં અજિતનાથ આદિત્ય. ગોપીપુરાનૈ મધ્ય શુભ શ્રી શીતળ જિનચૈત્ય, હય ત્રિક અન્ય તીર્થ એક ચૈત્યમેં પૃથક પૃથક નમું નિત્ય. ૨
એટલે કે નાણાવટના હનુમાનવાળી પોળમાં અજિતનાથનું જિનાલય સં. ૧૮૨૮માં વિદ્યમાન હતું.
Jain Education International
૧૩૩
ઉપરાંત સં. ૧૮૨૮માં પદ્મવિજયકૃત ઉત્તમવિજય નિર્વાણરાસમાં સુરતનાં જિનાલયોમાં અજિતનાથના એક જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે. ગુરુજી વિચરતા જાય સુરતને પરિસરે,
સુરતમંડણ ધર્મ સંભવ શાંતિ જિના,
રૂષભ વીર તિમ અજીત નમ્યા થઈ એકમના
૧
સં ૧૬૮૯માં ઉપા. વિનયવિજયકૃત સુરત ચૈત્યપરિપાટીમાં અજિતનાથના એક જિનાલયનો ઉલ્લેખ છે જે નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે :
બીજા એ બીજા એ વિજયાકુંઅરૂ એ, ગજપતિ ગજપતિ લંછણ સ્વામિ તો; નામિ સયલ સુખ સંપજÛ એ,
જિતસત્રુ જિતસદ્ગુરાય મલ્હાર તો; બીજા એ વિજયાકુંઅરૂ એ.
भु
બીજા તે વિજયાકુંઅર જિનવર નય૨ સૂરતિ સોહ એ, પ્રભુતણી મૂરતિ કષ્ટ સૂરતિ ભવિકનાં મન મોહ એ;
For Personal & Private Use Only
www.jainelibrary.org