________________
સુરતનાં જિનાલયો
૧૩૧ શેઠ ચીમનલાલ મંછુરામ હસ્તક હતો અને જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તર યાદીમાં આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૮૩૫માં મહા સુદ ૧૩ને ગુરુવારે થયાની નોંધ છે. વહીવટ આ વિસ્તારમાં જ રહેતા શેઠ ચીમનલાલ મંછુરામ ઝવેરી હસ્તક હતો.
આજે જિનાલયમાં કુલ એકતાળીસ આરસપ્રતિમા તથા ત્રાણ ધાતુપ્રતિમા છે. વહીવટ વડાચૌટા જૈન સંઘના ટ્રસ્ટીઓ – શ્રી નરેશભાઈ શ્રોફ, શ્રી ઈશ્વરભાઈ ચોકસી હસ્તક છે.
સં. ૨૦૧૦માં મૂળનાયક પ્રતિમા પર સં૧૮૩૬નો લેખ હોવાની નોંધ છે. સં. ૨૦૨૩માં જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૮૩૫માં થઈ હોવાનો ઉલ્લેખ છે તથા સં. ૨૦૫૪માં સુરત તીર્થ વંદુ કર જોડમાં પણ સં. ૧૮૩૫માં પ્રતિષ્ઠા થયાની નોંધ છે. મૂળનાયક પ્રતિમા પર સં. ૧૮૩૬ મહા સુદ ૧૩ ગુરુવાર એમ સ્પષ્ટ ઉલ્લેખ મળે છે તેથી જિનાલયનો સમય સં ૧૮૩૬નો હોવાનું સ્પષ્ટ છે.
* તાળાવાળાની પોળ, નાણાવટ
૫૭. સુમતિનાથ (ઘરદેરાસર) (સં. ૧૯૮૯ પૂર્વે) નાણાવટ, વડાચૌટા વિસ્તારમાં તાળાવાળાની પોળમાં ૧૧/૧૫૬ નંબરના મકાનમાં શ્રી અમરચંદ ફૂલચંદ કાપડિયા પરિવારનું શ્રી સુમતિનાથનું ઘરદેરાસર આવેલું છે.
કાષ્ઠ કોતરણીવાળી છત્રીમાં ૯” ઊંચી મૂળનાયક શ્રી સુમતિનાથની એકતીર્થી ધાતુપ્રતિમા સહિત કુલ પાંચ ધાતુપ્રતિમા બિરાજે છે જે પૈકી શ્રી ગોડી પાર્શ્વનાથ અને શ્રી શાંતિનાથ – એમ બે ધાતુપ્રતિમાની પ્રતિષ્ઠા સં. ૨૦૨૫ના માગશર વદ એકમને દિને આ. શ્રી વિજયકસ્તુરસૂરિની નિશ્રામાં થયેલ છે.
મૂળનાયક પ્રતિમા સં. ૧૭૯૨માં ઉપા. રામવિજયગણિના ઉપદેશથી શ્રીમાળી જ્ઞાતિના વૃદ્ધ શાખાના શા. ઉદયકરણે ભરાવી છે તે અંગેનો લેખ પણ પ્રતિમા પર છે. આદેશ્વરની ચોવીસી સં. ૧૫૨૯માં ગંધારના શ્રાવકે શ્રી લક્ષ્મીસાગરસૂરિ પાસે અને બીજી આદેશ્વર ચોવીસી સં. ૧૫૩૭માં ગંધારના શ્રાવકે શ્રી વિજયરત્નસૂરિ પાસે ભરાવેલ છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં ઘરદેરાસરોની યાદીમાં તાળાવાળાની પોળમાં શેઠ મરઘુભાઈ ભાણાભાઈને ત્યાં સુમતિનાથ હોવાની નોંધ છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ ઘરદેરાસરમાં કુલ ત્રણ ધાતુપ્રતિમા હોવાની નોંધ છે. બંધાવનારના નામમાં ફૂલચંદ ઇચ્છચંદ અને બંધાયા સંવત ૧૯૦૦ લગભગ દર્શાવેલ છે. ઘરદેરાસરની સ્થિતિ સારી હોવાની તથા વહીવટ અમરચંદ ફૂલચંદ હસ્તક હોવાની નોંધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org