________________
૯૨
સુરતનાં જિનાલયો
ત્યારબાદ સં. ૧૮૨૮માં પદ્મવિજયરચિત ઉત્તમવિજય નિર્વાણરાસમાં સુરતનાં જિનાલયોમાં મહાવીરસ્વામીના જિનાલયનો ઉલ્લેખ છે જે નીચે મુજબ છે :
પ્રેમાપુરથી ચોમાસું હવે ઉતરે મ્હારાલાલ ગુરુજી વિચરતા જાય સુરતને પરિસરે,
રૂષભ, વીરતિમ અજીત નમ્યા થઈ એકમના નંદીશ્વર દ્વીપે થયો મહોત્સવ તિણે સમે,
સં. ૧૮૭૭માં દીવિજયકૃત સુરત કી ગઝલમાં મહાવીરસ્વામીના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં છે :
સાંતીનાથ કા દેહરાક, માનું સિવપુરીં સે રાક,
આદીનાથ જિનવર વીર, તારે ભવાં સાગર તીર. ૬૫
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ગોપીપુરામાં દર્શાવેલા આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. કુલ ઓગણીસ આરસપ્રતિમા તથા ચોપન ધાતુપ્રતિમા ઉપરાંત એક રત્નપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. જિનાલય સં ૧૮૯૪માં બંધાયાનો ઉલ્લેખ હતો.
સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં સુરતનાં જિનાલયોની યાદીમાં આ જિનાલય ખલાસી ચકલા વિસ્તારમાં દર્શાવેલ છે. આ વિસ્તારમાં અષ્ટાપદના અન્ય એક જિનાલયનો ઉલ્લેખ પણ થયેલો છે.
સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં સુરતનાં જિનાલયોની યાદીમાં આ જિનાલયનો ઉલ્લેખ ગોપીપુરા-ખાડી વિસ્તારમાં થયેલો છે.
સં ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં ગોપીપુરા ખાડી વિસ્તારમાં દર્શાવેલ આ જિનાલયમાં જન્મકલ્યાણકના દિવસે તથા પર્યુષણમાં લોકો દર્શનાર્થે આવતા હોવાની નોંધ છે.
શેઠ હીરાચંદ રતનચંદ સુખડિયાએ ત્રીસ હજારના ખર્ચે મહાવીરસ્વામીના જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યાની નોંધ સં. ૧૯૯૬માં સૂર્યપુરનો સુવર્ણયુગમાં કરવામાં આવી છે. જીર્ણોદ્વાર સં. ૧૯૮૧માં થયો હોવાનો ઉલ્લેખ સં૰ ૧૯૯૬માં જ પ્રગટ થયેલ સૂર્યપુર રાસમાળામાં છે.
Jain Education International
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલય ધાબાબંધી દર્શાવ્યું છે. કુલ બાર આરસપ્રતિમા, છેતાળીસ ધાતુપ્રતિમા, એક સ્ફટિકપ્રતિમા તથા એક રજત ચોવીસજનપટ હતો. સં. ૧૮૫૦ લગભગમાં આનસુર ગચ્છે જિનાલય બંધાવ્યાની નોંધ હતી. વહીવટ દેસાઈ પોળની પેઢી હસ્તક હતો અને જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૨૦૨૩માં સુરતના જિનાલયોની સવિસ્તાર યાદીમાં આ જિનાલયનો ઉલ્લેખ છે. વહીવટ શેઠ લલુભાઈ રાયચંદ સુખડિયા હસ્તક હતો જેઓ ચાંલ્લાગલી, ગોપીપુરા હસ્તક હતો.
For Personal & Private Use Only
www.jainelibrary.org