________________
સુરતનાં જિનાલયો
હોવું જોઈયે.
એક રૂપિયામાં તૈયાર થયેલ શ્રી જિનમંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિષ્ઠા અંગે એવો ઉલ્લેખ મળે છે કે વિ. સં. ૧૭૦૧ મહા સુદ ૧૦ના વડી પોષાળ ગચ્છના શ્રી વૃદ્ધિસાગર સૂરિજી મહારાજના વરદ હસ્તે થઈ હતી.
,,
પૂર્વે બાવન જિનાલય હતું. પછી કાળના પ્રભાવે ગભારાની ચારેબાજુની બાવન દેરીમાંની ૨૮ દેરી તેમ ચાર છતો ઉપરનું નકશીકામ નષ્ટ પ્રાયઃ થઈ જવાથી પ. પૂ મુનિ મહારાજ શ્રી મોહનલાલજી મહારાજની પ્રેરણાથી સુરતના રાવબહાદુ૨ હીરાચંદ મોતીચંદ ઝવેરીએ શ્રી સંઘની સહાયથી રૂા. ૨૦ હજા૨ના ખર્ચે સં. ૧૯૬૫-૬૬માં કેટલોક ભાગ દુરસ્ત કરાવ્યો હતો; શુદ્ધાશયથી કરાવવામાં આવેલ જીર્ણોદ્વારમાં સુંદર કારીગરીયુક્ત કાષ્ઠમય બારીક નકશીકામના રક્ષણની અગ્રિમતા આપવાના લક્ષ્ય કરતાં મંદિરની મજબૂતાઈની પ્રધાનતા રાખી જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો હતો. મૂળ ગર્ભદ્વારની બારશાખ ઉપર નજર ઠેરવતા કારીગરીનું કૌશલ્ય જણાશે. નકશીકામની સુંદર કોતરણી તેમાં પૂરેલ વિવિધ સોનેરી રંગ તેમજ ચિત્રો હૃઘ અને આકર્ષક છે. વળી ભોમતીનાં બે દ્વાર ઉપર સામાન્ય કોરણી સહિત ચોવીસ જિનનાં ચિત્રો સુવર્ણ રંગે જાણે હમણા જ ન આલેખાયાં હોય તેવા દેખાય છે. પાછળ ભમતીમાં ચોવીસ ગોખલાની નાનીશી દેરીઓની પણ કોરણી જોતાં આંખને તૃપ્તિ થતી નથી. મૂળ ગર્ભદ્વારની આગળ ત્રણ વિશાળકાય લાકડાની સુંદર જાળી છે. તે જાળી ઉપર સુવર્ણમય ચિત્રકામ એટલું સુંદર છે કે જોનારને એમ જ લાગે છે કે આ કામ ટૂંકાં વર્ષોના ગાળામાં થયું હશે. રંગમંડપના બીજા ગાળાના ચોકઠામાં એક લાકડાનો ઘુમ્મટ છે. તેમાં દેવદેવીઓનું રાસ લેતું ચિત્ર છે અને મધ્યભાગમાં લાકડાનું નકશીકામવાળું લટકતું એક અનેક પુષ્પની પાંદડીઓવાળું સુંદર ઝુમર છે. રંગમંડપમાં ૧૯ કાષ્ઠસ્થંભો ઉપર સંપૂર્ણ નકશીકામ છે અને બીજા ૨૧ સ્થંભોના નકશીકામ તેમજ ચિત્રકામના ચિત્રના વખાણ તદ્વિષયના જાણકારોએ યથાસ્થાને સારી રીતે કર્યાં છે. આવી બધી લાકડા ઉપરની નકશીકામની તેમજ ચિત્રકામની સુંદરતાના પ્રતિનિધિરૂપ રૂા. ૩૬૦૦૦ની કિંમતનું એક સુંદર સુખડનું પ્રતીક તે વખતના વહીવટદાર સંઘપતિ ગુલાબચંદ નગરશેઠની દેખરેખ નીચે બનાવી લંડનના સંગ્રહસ્થાનમાં આજથી ૭૦ વર્ષ ઉપર મોકલાવાયું હતું.
સં. ૧૯૭૦માં બનાવેલ કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય તથા પરમાર્હત કુમારપાળ મહારાજનું બેનમૂન તૈલચિત્ર છે જે ત્રણે બાજુથી આપણી સામે જ હોય તેમ ભાસે છે.
Jain Education International
સં. ૧૬૮૯માં ઉપા. વિનયવિજયકૃત સુરત ચૈત્યપરિપાટીમાં ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
વંદુ વંદુ એ પાસ ચિંતામણિ એ,
૧૨૫
દિનમણી દિનમણી તેજ નિાંન કે;
ધ્યાન ધરૂં સ્વામીતણું એ,
સુખ ઘણું સુખ ઘણું પ્રભુનઇ નાંમિ કે; વંદુ એ પાસ ચિંતામણી એ.
For Personal & Private Use Only
www.jainelibrary.org