________________
૧૦૬
સુરતનાં જિનાલયો
જમીન શેઠ શ્રી નેમચંદ નાથાભાઈ ચોકસી તરફથી દાનમાં મળી. બારડોલીના શેઠ શ્રી હીરાચંદ ઝવેરચંદ અને અન્ય આગેવાનોના સહકારથી ધર્મશાળા બાંધવાની શરૂઆત થઈ. શ્રીમતી રૂક્ષ્મણીબહેન દલીચંદ વીરચંદ શ્રોફના માતબર દાન અને અન્ય દાનોના કારણે ધર્મશાળા ત્રણ માળની થઈ. દ૨૨ોજ આશરે ૨૫૦ ઉતારૂઓ લાભ લે છે. ધર્મશાળાની આવકમાંથી જૈન ભાઈબહેનોને આર્થિક મદદ તથા સ્કૉલરશિપ આપવામાં આવે છે.
આજે જિનાલયનો વહીવટ શ્રી નેમચંદ નાથાલાલ જૈન જિનાલય તથા રૂક્ષ્મણીબહેન દલીચંદ વીરચંદ શ્રોફ ટ્રસ્ટ શ્રી મહેશભાઈ અમીચંદ શ્રોફ, શ્રી ચંપકભાઈ રાયચંદભાઈ શાહ તથા શ્રી ડાહ્યાભાઈ જીવણલાલ શાહ હસ્તક છે.
જિનાલયનો સમય સં ૨૦૧૬ છે.
—
રત્નરેખા એપાર્ટમેન્ટ, નાનપુરા ૪૧. વાસુપૂજ્યસ્વામી (સં. ૨૦૪૭)
નાનપુરા, ટીમલીયાવાડ, બાબુનિવાસની ગલીમાં રત્નરેખા એપાર્ટમેન્ટમાં રાજપા બિલ્ડિંગમાં શ્રી વાસુપૂજ્યસ્વામીનું આરસનું જિનાલય આવેલું છે. બાંધણી ઘરદેરાસર જેવી છે.
જિનાલયના પ્રવેશદ્વારની બારસાખે અષ્ટમંગલ અને મધ્યે ચક્ર અંકિત કરેલ છે. કુલ છ ગોખ છે જે પૈકી બે ખાલી છે. અન્ય ગોખમાં માણિભદ્રવીર, પદ્માવતીદેવી, ગૌતમસ્વામીની આરસમૂર્તિઓ તથા અઢાર અભિષેક કરલે ધાતુપ્રતિમા બિરાજે છે.
૩૧” ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામીની પ્રતિમા સપરિવાર સામરણયુક્ત આરસની છત્રીમાં બિરાજે છે. મૂળનાયકની ડાબી બાજુ આદેશ્વર તથા જમણી બાજુ મંત્રાધિરાજ પાર્શ્વનાથ બિરાજે છે. મૂળનાયકની પાછળની દીવાલે ભામંડલની રચના છે. છત્રીને ફરતે પ્રદક્ષિણા થઈ શકે તેવી રચના છે. અહીં ત્રણ આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા છે. મૂળનાયક પ્રતિમા પર નીચે મુજબનો લેખ છે :
‘વિ. સં. ૨૦૪૩ માઘ શુદી ૧૩ રવિવાસરે તપોવન સંસ્કારધામ મધ્યે પન્યાસ શ્રી ચંદ્રશેખરવિજય પ્રેરણયાકૃતાંજનશલાકાયાં શ્રી વાસુપૂજ્ય જિનબિંબમિદં પ્રતિષ્ઠિત સંઘ કૌશલ્યાધારક કર્મસાહિત્ય નિષ્ણાત સિદ્ધાન્તમહોદધિ તપાગચ્છાચાર્ય શ્રી વિજયપ્રેમસૂરીશ્વર પટ્ટધર વર્ધમાન તપોનિધિ આ. શ્રી ભુવનભાનુ સૂરીભિઃ આ વિ ગુણાનંદસૂરિ આ વિજયઘોષસૂરિ પં યશોભદ્રવિજયાદિ વિશાલ મુનિગણ પરિવૃત્ત કારિત ચ મુનિ શ્રી દેવસુંદર વિ. મુનિ શ્રી રત્નસુંદર વિ મુનિ શ્રી પદ્મસુંદર વિસા શ્રી ચંદવ્યોતિ શ્રી પ્રેરણયાદેવલાનિવાસિ નાનચંદ ભાર્યા ખીમકુંવર સુત મનસુખલાલેન ઇતિ શુભં ભવતુ I'
આ જિનાલય ડૉ. શ્રી સુરેશભાઈ ગુલાબચંદ મોહનલાલ શાહ પરિવારે બંધાવેલ છે. પ્રતિષ્ઠા સં ૨૦૪૭ના વૈશાખ સુદ ૧૩ને રવિવારે તા. ૧૨-૫-૯૧ના રોજ શ્રી જગવલ્લભ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org