________________
૧૧૪
સુરતનાં જિનાલયો
વહીવટ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘના ટ્રસ્ટીઓ - શ્રી અજિતભાઈ પન્નાલાલ દલાલ, શ્રી શૈલેષભાઈ રસીકલાલ વારૈયા તથા શ્રી કુમારભાઈ રમણલાલ શાહ હસ્તક છે.
જિનલ એપાર્ટમેન્ટ, ક્ષેત્રપાલ રોડ
૫૦. નમિનાથ - મહાવીર સ્વામી (સં. ૨૦૫૪) ક્ષેત્રપાલ રોડ પર સગરામપુરા વિસ્તારમાં પારસનગર કોપ્લેક્ષના જિનલ એપાર્ટમેન્ટ અને પિનલ એપાર્ટમેન્ટની પાસે વિશાળ કંપાઉંડમાં વચ્ચે આરસ તથા જેસલમેરી પથ્થરનું બનેલું શ્રી નમિનાથ – શ્રી મહાવીરસ્વામીનું શિખરબંધી નૂતન જિનાલય આવેલું છે
જિનાલયનું ખાતમુહૂર્ત તથા શીલારોપણ સં. ૨૦૪૯માં કરવામાં આવ્યું હતું. અને પ્રતિષ્ઠા સં. ૨૦૫૪ના માગશર સુદ સાતમના દિવસે આશ્રી રાજેન્દ્રસૂરિ મ. સા. તથા શ્રી રાજશેખરસૂરિ મ. સા.ની નિશ્રામાં કરવામાં આવી છે. શ્રી નમિનાથની પ્રતિષ્ઠાનો લાભ શ્રી બાબુલાલ પૂનમચંદ સંઘવી પરિવારે લીધો હતો તથા શ્રી મહાવીરસ્વામીની પ્રતિષ્ઠાનો લાભ શ્રી પ્રદીપભાઈ તનસુખલાલ શાહ પરિવારે લીધો હતો.
જિનાલયમાં પ્રવેશવા માટે લાંબા મોટા પગથિયાંની રચના છે. પગથિયાંની બે બાજુ ઑફિસ તથા રૂમ છે. ત્રણ પ્રવેશદ્વાર છે. રંગમંડપ મધ્યમ કદનો છે. મૂળનાયક શ્રી નમિનાથની ૫૧” ઊંચી સપરિકર પ્રતિમા સહિત કુલ સાત આરસપ્રતિમા તથા સાત ધાતુપ્રતિમા છે. મૂળનાયકની પાછળના ભાગમાં પરિકરની નવીન બાંધણી છે.
શિખરમાં દેવકુલિકાની રચના કરવામાં આવી છે. તેમાં ૨૧” ઊંચી મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા સહિત કુલ ત્રણ આરસપ્રતિમા છે.
હાલ જિનાલયનો વહીવટ શ્રી આદિનાથ જૈન દેરાસર કૈલાસનગર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી ગેનમલજી વરચંદજીભાઈ શાહ તથા શ્રી અમરતલાલ કેશવલાલ શાહ હસ્તક છે.
સગરામપુરા
૫૧. વાસુપૂજ્ય સ્વામી (સં. ૧૯૬૩ પૂર્વે) સગરામપુરા વિસ્તારમાં કાળા મહેતાની શેરીના નાકે, મહાવીર હૉસ્પિટલ પાસે શ્રી વાસુપૂજ્ય સ્વામીનું આરસ તથા પથ્થરનું બનેલું બે માળનું શિખરબંધી જિનાલય આવેલું છે. ઉપરના માળે મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી બિરાજે છે.
શૃંગારચોકીમાં સ્થંભો પર વાજિંત્રો સહિત શિલ્પાકૃતિઓ તથા કોતરણીવાળી કમાનો પર સુંદર રંગકામ નજરે પડે છે. શૃંગારચોકી ભવ્ય છે. ડાબી બાજુ એક દેવકુલિકામાં ત્રીસ ધાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org