________________
૧૧૩
સુરતનાં જિનાલયો
પાર્થનગર કોપ્લેક્ષ, કૈલાસનગર
૪૮. મહાવીર સ્વામી (સં. ૨૦૫૪) પાર્શ્વનગર કોપ્લેક્ષના પાછળના ભાગમાં મોટી ઊંચી ઈમારતો-ફૂલેટ બાંધવાનું કામ ચાલી રહ્યું છે. એક નાની છાપરાબંધ ઓરડીમાં શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા પરોણા રાખેલ છે.
એક પ્રવેશદ્વાર છે. ગભારાની રચના નથી. પદ્માવતીદેવી તથા ગૌતમસ્વામીના ગોખ છે. કુલ એક આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા છે.
૨૭” ઊંચી મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા આછા ગુલાબી રંગના આરસની પ્રતિમા પર આ. વિશ્રી પ્રેમ-ભુવનભાનુ-પ મિત્રાનંદસૂરિ શિષ્ય ગણિવર્ય હેમરત્નવિજયજીના ઉપદેશથી શ્રેષ્ઠી હરિલાલ કાનજી ભાયાણી પરિવારે સ્વશ્રેયાર્થે આ. વિ. મેરુપ્રભસૂરિ તથા આ વિ. હેમચંદ્રસૂરિની નિશ્રામાં સં૨૦૪૬માં ભરાવી હોવાનો લેખ છે. ત્યારબાદ પ્રતિમા સં. ૨૦૫૪માં આઇ શ્રી વિજયરાજેન્દ્રસૂરિ મ. સા.(કલિકુંડવાળા)ની નિશ્રામાં અત્રે પરોણાગત બિરાજમાન કરવામાં આવેલ છે.
હાલ જિનાલયનો વહીવટ શ્રી આદિનાથ જૈન દેરાસર કૈલાસનગર ટ્રસ્ટ હસ્તક છે.
સં. ૨૦૫૪માં સુરત તીર્થ વંદુ કર જોડમાં પ્રતિષ્ઠા સં. ૨૦૫૪માં આ શ્રી વિજયરાજેન્દ્ર સૂરિની નિશ્રામાં થઈ હોવાની નોંધ છે.
જિનાલયનો સમય સં. ૨૦૫૪નો છે.
શંખેશ્વર કોપ્લેક્ષ, કૈલાસનગર * ૪૯. શંખેશ્વર પાર્શ્વનાથ (સં. ૨૦૫૪) કૈલાસનગરમાં શંખેશ્વર કોમ્લેક્ષમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું જિનાલય આવેલું છે.
૨૫” ઊંચી મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા સહિત કુલ પાંચ આરસપ્રતિમા અને છ ધાતુપ્રતિમા છે. માણિભદ્રવીર, ગૌતમસ્વામી, પદ્માવતીદેવી તથા ચક્રેશ્વરીદેવીની મૂર્તિઓ છે. મૂળનાયક શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા પર સં૨૦૫૪નો લેખ છે જે નીચે મુજબ છે :
સં. ૨૦૫૪ માર્ગશીર્ષ શુદી ૬ .......... સૂર્યપુર નગરે કૈલાસનગરે મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનબિંબ પ્રતિષ્ઠાપિતઃ પ. પૂ. આ. રાજેન્દ્રસૂરીશ્વરૈ: પ. પૂ. આચાર્ય શ્રી રાજશેખરસૂરીશ્વરાં .......તિષ્ઠ દીસા વાસ્તવ્ય ...... પરિકર કીર્તિલાલ ચીમનલાલ ધર્મપત્ની ચંપાબેન પુત્ર સુરેશભાઈ ........
પ્રતિષ્ઠા સં. ૨૦૫૪માં માગશર સુદ છઠના દિવસે શ્રી રાજેન્દ્રસૂરિ મ. સા. તથા શ્રી રાજશેખરસૂરિ મ. સા.ની નિશ્રામાં કરવામાં આવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org