________________
સુરતનાં જિનાલયો
એક જ ધાતુપ્રતિમા હતી. જિનાલયનો વહીવટ શ્રી ચંદ્રપ્રભુ જિનાલય ટ્રસ્ટ હસ્તક હતો જે નાનપુરા જૈન સંઘે સંભાળી સં- ૨૦૩૬માં જિનાલયનો કામચલાઉ જીર્ણોદ્ધાર કરાવ્યો. ત્યારબાદ જૈનોની વસ્તી વધતા સં ૨૦૩૯ના દ્વિતીય વૈશાખ વદ પના દિને આ શ્રી અશોકસાગરસૂરિ મ સાની નિશ્રામાં પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી.
આદેશ્વરની ધાતુપ્રતિમા પર ‘સં. ૧૮૩૦ વર્ષે મહા સુદ ૫ વાતીદાસ' – મુજબનું લખાણ છે.
પ્રવેશદ્વારની કોતરણીયુક્ત કમાનો પ૨ ધર્મચક્ર કંડારેલ છે. પાસે નારીશિલ્પોની કૃતિ છે. આજુબાજુ બારીની નીચે હાથીની અંબાડી પર મહાવત સાથે બિરાજમાન શેઠ-શેઠાણીની કૃતિ
કંડારેલી છે.
૧૧૧
રંગમંડપમાં પ્રવેશવાના ત્રણ દ્વાર છે. સ્થંભો પર પૂતળીઓનાં શિલ્પો તથા રંગકામયુક્ત કોતરણી છે. છત પર સુંદર રંગકામ થયેલું છે. માણિભદ્રવીર તથા ગૌતમસ્વામીના ગોખ છે. સમેતશિખર, તારંગા, કેસરિયાજી, શંખેશ્વર, ભદ્રેશ્વર, પાવાપુરી, અષ્ટાપદ, ભીલિયાજી, પાંચ કલ્યાણક, રાણકપુર, જેસલમેર તથા શત્રુંજય જેવા પટ છે.
એક ગર્ભદ્વાર છે. ૨૩” ઊંચી મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની અષ્ટપ્રાતિહાર્ય પરિકરયુક્ત મનોહર પ્રતિમા પર રતનલાલ મગનલાલ ચોકસી દ્વારા આ શ્રી અશોકસાગરસૂરિ મ. સાની નિશ્રામાં પ્રતિષ્ઠા થઈ હોવાનો ઉલ્લેખ છે. ડાબી બાજુ આદેશ્વર તથા જમણી બાજુ મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા પર પણ તે જ પ્રમાણે લેખ છે. કુલ સાત આરસપ્રતિમા તથા છ ધાતુપ્રતિમા છે. આદેશ્વરના આરસનાં પગલાંની એક જોડ છે જેના પર ‘સં. ૧૭૪૭ વૈશાખ સુદ ૨' – નો લેખ છે.
=
આદેશ્વરના સંદર્ભમાં અન્ય કોઈ માહિતી સંદર્ભગ્રંથોમાંથી પ્રાપ્ત થતી નથી. પ્રતિમા પર સં. ૧૮૩૦નો લેખ છે.
સં. ૨૦૫૪માં પ્રગટ થયેલ સુરત તીર્થ વંદુ કર જોડમાં આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ છે :
આ જિનાલય માટે એવી દંતકથા સંભળાય છે કે પહેલા આ જિનાલય તાપી નદીના કિનારે હતું. મોટા મોટા વેપારીઓ સમુદ્ર સફર પૂર્વે અહીં દર્શન કરી સફરનો આરંભ કરતા. અનેકની શ્રદ્ધાનું કેન્દ્ર હતું.
આજે વહીવટ શ્રી દ્યે મૂ॰ પૂ જૈન સંઘ, નાનપુરા ગેટના ટ્રસ્ટીઓ શ્રી માણેકચંદ નાનચંદ શાહ, શ્રી સુરેન્દ્રકુમાર નેમચંદ શાહ તથા શ્રી સુમનલાલ અમૃતલાલ સંઘવી હસ્તક છે. ઉપલબ્ધ પ્રમાણભુત માહિતીને આધારે આ જિનાલયનો સમય સં. ૨૦૩૯નો છે તેમ છતાં તે અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org