________________
સુરતનાં જિનાલયો
૧૦૯
પાર્શ્વનાથની ૧૫” ઊંચી પ્રતિમા પ્રતિષ્ઠિત કરેલ છે. હાલ એક જ આરસપ્રતિમા છે.
શ્રી કિરીટભાઈના જણાવ્યા અનુસાર પ્રતિમાની અંજનશલાકા કરાવેલ નથી. અઢાર અભિષેક કરાવેલ છે તેથી વાસક્ષેપ પૂજા કરવામાં આવે છે.
નાનપુરા, મક્કાઈ પુલ
૪૫. ચંદ્રપ્રભુ (સં. ૧૮૮૨ આસપાસ) નાનપુરા, મક્કાઈ પુલ સર્કલ પાસે રોડ પર આરસનું બનેલું શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું શિખરબંધી જિનાલય આવેલું છે. બાજુમાં સેનેટોરિયમ છે.
કંપાઉંડમાં જુદા જુદા નાના-નાના છોડના કુંડા છે. એક પ્રવેશદ્વાર છે. તેની ઉપરની દીવાલે લક્ષ્મીદેવી આજુબાજુ હાથી તથા વાજિંત્રો સહિત બે નારીશિલ્પોની કૃતિ છે.
મધ્યમ કદના રંગમંડપની દીવાલો શત્રુંજય, સમેતશિખર, રૈવતાચલના નાના પટથી શોભે છે. કમલાકારનો ચૌદ સુપનની કોતરણીવાળો ભંડાર ધ્યાન ખેંચે છે. ગર્ભદ્વાર પાસે જમણી બાજુ ગોખમાં વિજયયક્ષ તથા ડાબી બાજુ વાલાદેવી છે. રંગમંડપમાંથી ગભારાને ફરતે પ્રદક્ષિણા થઈ શકે છે.
એક ગર્ભદ્વાર છે. આજુબાજુ બે બારીઓ છે. ૧૩” ઊંચી મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુની મનોહર પ્રતિમા પર સં. ૧૮૮૨નો લેખ છે જે નીચે મુજબ વાંચી શકાય છે :
‘સં. ૧૮૮૨ મહા શુક્લ પક્ષે ૬ રવિવાસરે શ્રી ચંદ્રપ્રભુ બિંબ ભરાવિત ચ પ્રતિષ્ઠિત શ્રી આણંદદેવસૂરિભિ”
કુલ ચૌદ આરસપ્રતિમા તથા છત્રીસ ધાતુપ્રતિમા છે. મૂળનાયકની આજુબાજુની નાની પ્રતિમા પર સં. ૧૮૫રનો લેખ છે. ડાબી બાજુ શાંતિનાથ અને જમણી બાજુ શ્રેયાંસનાથ છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં નાનપુરામાં શ્રી ચંદ્રપ્રભુના જિનાલયને શિખર વિનાનું દર્શાવ્યું છે. બંધાવનાર તરીકે નેમાવાણીઆના સમસ્ત સંઘનો ઉલ્લેખ હતો. કુલ પચીસ આરસપ્રતિમા તથા તેર ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સાધારણ હતી. ઉપરાંત જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ચંદ્રપ્રભુના અન્ય એક ધાબાબંધી જિનાલયનો ઉલ્લેખ છે. તે જિનાલયમાં કુલ ત્રીસ આરસપ્રતિમા તથા એકાવન ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ જીર્ણ હતી અને બંધાવનાર તરીકે દેવચંદભાઈનું નામ દર્શાવવામાં આવ્યું હતું. આ જિનાલયનો ઉલ્લેખ ત્યારબાદ અન્ય સંદર્ભગ્રંથોમાં પ્રાપ્ત થતો નથી. આ જિનાલય અંગે માહિતી પ્રાપ્ત કરવી જરૂરી છે. તે માટે વિશેષ સંશોધન કરવાની જરૂર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org