________________
૧૦૮
સુરતનાં જિનાલયો
ત્રણ ગર્ભદ્વાર છે. ૨૫” ઊંચી મૂળનાયક શ્રી ભીલડિયા પાર્શ્વનાથની અપ્રાતિહાર્ય પરિકરયુક્ત શ્યામ કસોટીના પથ્થરની પ્રતિમા મનમોહક છે. કુલ પાંચ આરસપ્રતિમા તથા આંઠ ધાતુપ્રતિમા છે. ડાબે ગભારે વાસુપૂજ્ય સ્વામી તથા જમણે ગભારે મુનિસુવ્રતસ્વામી છે. '
જિનાલયનો વહીવટ સિદ્ધશીલા જૈ જૈન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી સુરેશભાઈ પૂનમચંદ શાહ તથા શ્રી ચંપકભાઈ ટી. શાહ હસ્તક છે.
ટ્રસ્ટી પાસેથી મળેલી માહિતી અનુસાર એપાર્ટમેન્ટમાં ૭૬ ફલેટ પૈકી મોટા ભાગના જૈન કુટુંબો છે. રોજના ૨૦૦ થી ૨૫૦ લોકો પૂજાનો લાભ લે છે. દરરોજ સ્નાત્રપૂજા થાય છે.
જિનાલયનો સમય સં૨૦૪૬ છે.
મહાવીર જૈન વિદ્યાલય, નાનપુરા
૪૩. ધર્મનાથ (સં. ૨૦૧૬ આસપાસ) નાનપુરા, ટીમલીયાવાડમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં શ્રી ધર્મનાથનું જિનાલય આવેલું છે. બોર્ડિંગનું જિનાલય તરીકે ઓળખાય છે. વહીવટ શ્રી દલીચંદ વીરચંદ શ્રોફ જૈન વિદ્યાલય હસ્તક છે.
બોર્ડિંગમાં પ્રવેશતાં જમણા હાથે એક રૂમમાં આરસની પાળીની રચના પર મૂળનાયક શ્રી ધર્મનાથની પ” ઊંચી ધાતુ ચોવીસી પ્રતિમા સહિત કુલ છ ધાતુપ્રતિમા છે. તેના પર નાના-નાના ત્રણ શિખરની રચના છે. આરસમાં ઉપસાવેલ શત્રુંજયનો પટ છે.
બોર્ડિગના ગૃહપતિ શ્રી સોભાગચંદ ચોકસી પાસેથી મળેલ માહિતી અનુસાર આ જિનાલય બોર્ડિંગના વિદ્યાર્થીઓ માટે બંધાવેલ છે. હાલ સૌ કોઈ સેવા-પૂજા-દર્શનનો લાભ લે છે.
આજે વહીવટદાર તરીકે શ્રી મહેશભાઈ અમીચંદ શ્રોફ, ડૉ. શ્રી ધનસુખભાઈ બી. શાહ, શ્રી સોભાગચંદ શાહ તથા શ્રી સોભાગચંદ એન. ચોકસી સેવાઓ આપે છે.
જિનાલયની પ્રતિષ્ઠા જૂન મહિનામાં ઈ. સ. ૧૯૬૦માં કરવામાં આવેલ છે. ટ્રસ્ટની સ્થાપના તારીખ ૧-૬-૧૯૫૮ છે. જિનાલયનો સમય સં. ૨૦૧૬ આસપાસનો છે.
ટીમલીયાવાડ, નાનપુરા
૪૪. પાર્શ્વનાથ (ઘર દેરાસર) (સં. ૨૦૪૬) નાનપુરા, ટીમલીયાવાડ વિસ્તારમાં જીવન ભારતી સ્કૂલની સામે નીડ' નામના બંગલામાં શ્રી કિરીટભાઈ મગનલાલ ચોકસી પરિવારનું શ્રી પાર્શ્વનાથનું ઘરદેરાસર આવેલું છે.
સં. ૨૦૪૬ના ફાગણ સુદ પૂનમના દિને શ્રી ચંદ્રશેખર મસા.ના ઉપદેશથી શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org