________________
૧૨૨
ત્રણ્ય બિંબ પાષાણામેં ભ ધાતુમેં નવ સાર; દ્વાદસ બિંબ જોહારતાં ભ૰ ઉપનો હરષ અપાર.
સુરતનાં જિનાલયો
તે અગાઉ સં. ૧૭૭૪માં જ્ઞાનવિમલસૂરિકૃત અશોકચંદ્ર રોહિણી રાસમાં આ વિસ્તારનો ઉલ્લેખ સુરત બંદર પાસે સૈદપૂર બંદર તરીકે થયો છે. જ્યાં વિમલનાથ તથા શાંતિનાથ જિનના ઉલ્લેખ મળે છે :
ભ
ભ ૯
સંવત યુગ મુનિમુનિ વિધુ વર્ષ નામર્થી રે સૂરતિ બિંદ૨ પાસ રે, સૈદપૂર બંદિર તિલકનેં સારિખું રે, તિહાં રહી ચોમાસ રે. ધન ૧૦ વિમલ શાંતિ જિન ચરણ સેવા સુપસાયથી રે, સંપૂરણ એ કીધ રે,
આજે નવાપુરા વિસ્તારમાં શાંતિનાથનું જિનાલય વિદ્યમાન છે. સંભવ છે કે ઉપર્યુક્ત શાંતિનાથ તે આ જ હોય ! જો કે આ અંગે વધુ સંશોધનની જરૂર છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ નાનપુરા વિસ્તારમાં થયો છે. આ જિનાલયને ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવ્યું છે. કુલ તેતાળીસ આરસપ્રતિમા તથા ચુમોતેર ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં નવાપરા કુંભારવાડા વિસ્તારમાં ચંદ્રપ્રભુ તથા ગોડી પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ થયો છે જે આજે ગોળશેરી વિસ્તારમાં છે. નવાપુરા વિસ્તારમાં શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ થયો નથી. પરંતુ તલકચંદ માસ્તરની વાડીમાં પાર્શ્વનાથના જિનાલયની સાથે શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ છે. સંભવ છે કે આ તે જ જિનાલય હોય !
સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં નવાપુરા વિસ્તારમાં શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ થયો છે.
Jain Education International
સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો વહીવટ શેઠ દલીચંદ વીરચંદ તથા શેઠ હીરાલાલ મગનલાલ પારેખ હસ્તક હોવાની તથા સ્થિતિ સારી હોવાની નોંધ છે. ઉપરાંત જિનાલય વિશે અન્ય નોંધ નીચે મુજબ છે :
“આ દેરાસર શ્રી સંઘે બંધાવેલ છે. અતિ પ્રાચીન છે. નીચે ભોંયરામાં મૂળનાયક શ્રી શાંતિનાથજી ભગવાન છે. ભોંયરાનો જીર્ણોદ્વાર શેઠ લખમાજી જીવણજીના નામથી શેઠ દલીચંદ વીરચંદે ૧૯૬૩માં કરાવ્યો. દેરાસરની સાથે ઉપાશ્રય પણ છે. નીચે ભોંયરામાં લેખ છે :
‘સંવત ૧૯૬૩ના પોષ માસમાં શા લખમાજી જીવણજી તરફથી શ્રી શાંતિનાથ મહારાજના ભોંયરાનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.’
3.99
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં નવપરા વિસ્તારમાં શાંતિનાથના આ જિનાલયને
For Personal & Private Use Only
www.jainelibrary.org