________________
સુરતનાં જિનાલયો
૯૩
આજે વહીવટ શ્રી મહાવીરસ્વામી જૈન દેરાસર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી નરેન્દ્રભાઈ લલ્લુભાઈ સુખડિયા, શ્રી રમેશભાઈ અમરચંદ બરફીવાલા તથા શ્રી ચંદ્રવદનભાઈ શાંતિલાલ શાહ હસ્તક છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં જિનાલય બંધાયા સંવત ૧૮૯૪ છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં સં. ૧૮૫૦ લગભગ દર્શાવેલ છે. તે અગાઉ સં૧૭૯૩માં સૂરત ચૈત્યપરિપાટીમાં કવિ લાધાશાહ મહાવીરસ્વામીના જિનાલયનો ઉલ્લેખ કરે છે. મૂળનાયકની પ્રતિમા પર સં. ૧૬૬૧નો લેખ છે. તે સંદર્ભમાં જિનાલયનો સમય સં. ૧૭૯૩ પૂર્વેનો છે. જો કે આ અંગે વિશેષ સંશોધનની જરૂર છે.
કલાશ્રીપતની પોળ, ખપાટીયા ચકલા ૨૯. મુનિસુવ્રતસ્વામી (ઘરદેરાસર) (સં. ૧૮૭પ લગભગ) ખપાટીયા ચકલા કલાશ્રીપતની પોળમાં શ્રીપત એપાર્ટમેન્ટમાં પાંચમે માળ શ્રી કલાભાઈ શ્રીપતજી પરિવારનું શ્રી મુનિસુવ્રતસ્વામીનું ઘરદેરાસર આવેલું છે.
- આરસની છત્રીમાં ૩” ઊંચી મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની પંચતીર્થી ધાતુપ્રતિમા સહિત કુલ છ ધાતુપ્રતિમા છે. મૂળનાયક પ્રતિમા પર લેખ છે જે નીચે મુજબ છે :
“શ્રી પ્રાગ્વાટ જ્ઞાતીય મું. શ્રી પતિ ........ બાઈ નામન્યા ....... ૧૫૬૪ ... સહિતયા મુનિસુવ્રતસ્વામી બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી ઈન્દ્ર. સૂરિભિઃ'
ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ખપાટીયા ચકલા શ્રીપતજીની પોળ વિસ્તારમાં દર્શાવેલ શ્રી મુનિસુવ્રતસ્વામીના ઘરદેરાસરમાં કુલ પાંચ ધાતુપ્રતિમાની નોંધ છે. સં. ૧૮૭૫ લગભગમાં શેઠ કલાભાઈ શ્રીપતજીએ બંધાવ્યાનો ઉલ્લેખ છે. વહીવટ શેઠ હીરાચંદ દીપચંદ માસ્તર હસ્તક હતો અને ઘરદેરાસરની સ્થિતિ સારી હતી.
- સં. ૨૦૩૮માં આ. શ્રી ચિદાનંદસૂરિ મ. સા., પૂ. શ્રી ભક્તિમુનિ મ. સા.ની નિશ્રામાં શ્રી કલાશ્રીપતજીના કુટુંબીજનોએ જીર્ણોદ્ધાર કરાવ્યાની નોંધ સં. ૨૦૧૪માં પ્રગટ થયેલ સુરત તીર્થ વંદુ કર જોડમાં છે.
આજે ઘરદેરાસરનો વહીવટ શ્રી રમેશભાઈ હીરાલાલ શાહ તથા શ્રી મહેન્દ્રભાઈ હીરાલાલ શાહ હસ્તક છે.
મૂળનાયક પ્રતિમા ઘણી પ્રાચીન છે. શેઠ કલાભાઈ શ્રીપતજીના વંશજ ગોરધનભાઈ અનુપશાજીએ સં૧૯૪૩માં અષ્ટાપદના જિનાલયની પ્રતિષ્ઠા કરી હતી તે મુજબનો સ્પષ્ટ ઉલ્લેખ અષ્ટાપદના જિનાલયમાં મળે છે. ગોરધનભાઈ અનુપશાજીની પાંચમી પેઢીએ શેઠ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org