________________
૮૮
સુરતનાં જિનાલયો શિલ્પો છે. વિશાળ કંપાઉંડમાં જમણી બાજુ ઘુમ્મટબંધ દેવકુલિકામાં ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ છે જેની પ્રતિષ્ઠા સં. ૨૦૨૭ અષાઢ સુદ રને ગુરુવારે તા. ૨૪-૬-૭૧ના રોજ સ્વ. ચીમનલાલ કીકાભાઈ નાનચંદ ચોકસીના સુપુત્રો શ્રી ધરમચંદભાઈ, શ્રી જગદીશભાઈ તથા શ્રી કિરીટભાઈએ કરાવી છે.
પાસે ગુરુમંદિરમાં આરસની છત્રીમાં શ્રી મોહનલાલજી મહારાજની ગુરુમૂર્તિ છે. તેના પર સં. ૧૯૮૧ માગશર સુદ ત્રીજનો લેખ છે. ઉપરાંત આરસનાં પગલાંની બે જોડ પૈકી મોટા પગલાં પર સં. ૧૯૬૪નો લેખ છે. ગુરુમંદિરની જમણી બાજુ સમેતશિખરનો પટ છે. અહીં શ્રી મોહનલાલજી મહારાજના શિષ્ય શ્રી હર્ષમુનિ મહારાજની ચરણપાદુકા છે જેના પર સં૧૯૨૪નો લેખ છે. તેની બાજુમાં પં. શ્રી કનકમુનિ મહારાજનો ચિત્રિત ફોટો અને અષ્ટાપદનો પટ છે. ગુરુમંદિરની પાછળની દીવાલે આબુ, ગિરનાર તથા સિદ્ધાચલના મોટા પટ છે.
ડાબી બાજુ દેવકુલિકામાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથની ૨૧” ઊંચી કાઉસ્સગ્ન પ્રતિમા છે. પ્રતિમાની આજુબાજુ ચામર વિઝતા દેવ-દેવી તથા સન્મુખ હાથી છે. પ્રતિમા પર સં. ૧૮૨૨નાં લેખ છે જે નીચે મુજબ છે :
“સંવત ૧૮૨૨ વૈશાખ સુદ ૧૩ ગુરી ........... લઘુ સમ્રાટ ............. કલિકુંડ પાર્શ્વનાથ બિંબ અચલગચ્છ ઉદય
વિક્રમ સંવત ૨૦૪૩ના મહા સુદ ૧૧ના રોજ ખીમચંદ ડાહ્યાભાઈના શ્રેયાર્થે તેમનાં પત્ની તથા પુત્રો દ્વારા પ્રતિષ્ઠા થયાનો લેખ પ્રતિમાની નીચે આરસની તકતી પર લખવામાં આવ્યો છે.
મધ્યમ કદના રંગમંડપમાં ફરસ આરસની છે. ઘુમ્મટમાં રાસ રમતી નારીઓ તથા ફૂલવેલનું ચિત્રકામ છે. જમણી બાજુ ગોખમાં શેઠ અનુપશાજી તથા ડાબી બાજુ ગોખમાં શેઠાણી વીજાબાઈની મૂર્તિ છે. જમણી બાજુ અનુક્રમે ગૌમુખયક્ષ, આદેશ્વર તથા ત્રણ-ત્રણ આરસપ્રતિમાના બે ગોખ – એમ કુલ ચાર ગોખ છે. ડાબી બાજુ ચક્રેશ્વરીદેવી, આશાપૂરણ પાર્શ્વનાથ તથા ત્રણ-ત્રણ આરસપ્રતિમાના બે ગોખ – એમ કુલ ચાર ગોખ છે. કુલ દસ ગોખ છે. રંગમંડપમાં કુલ ચૌદ આરસપ્રતિમા છે. આજુબાજુ અન્ય બે દ્વાર છે. ઇક્ષુ રસનો પ્રસંગ, મેઘમાળીનો ઉપસર્ગ તથા ચંદનબાળાનો પ્રસંગ – વિવિધ પ્રસંગોનું ચિત્રકામ છે.
એક ગર્ભદ્વાર છે. ૨,૪,૮,૧૦ – એમ અષ્ટાપદની સુંદર રચના છે. તેમાં આદેશ્વર તથા અજિતનાથની પ્રતિમા ૨૩” ઊંચી છે. આદેશ્વરની પ્રતિમા પર લેખ નથી. અજિતનાથની પ્રતિમા પર સં. ૧૬૮રનો લેખ છે જે નીચે મુજબ છે :
સંવત ૧૬૮૨ જ્યેષ્ઠ વદી ૯ ગુરુવાર શ્રી અહિમદાબાદ વાસ્તવ્ય શ્રી વૃદ્ધશાખીય ઓસવાલ જ્ઞાતિય સહસ્ત્રકિરણ ભાર્યા કુઅરીબાઈ ....... પ્રમુખ કુટુંબ...........
અજિતનાથની આ પ્રતિમા અમદાવાદના શેઠ શાંતિદાસ ઝવેરીએ બંધાવેલા સરસપુર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org